પંજાબ નેશનલ બેંક મુંબઈ સ્તિથ બ્રાંચમાં કુલ 11400 કરોડ રૂપિયા ફ્રોડ ટ્રાન્જેકશન કરવામાં આવ્યું હતું. આ ફોર્ડ ટ્રાન્જેકશનના મામલે ગુરુવારે એક મોટી કાર્યવાહી કરવામાં પણ આવી હતી. જેમાં SBIને એક મોટી સફળતા મળી છે.
ખોટું LOU રજુ કરનાર પંજાબ નેશનલ બેંકના પૂર્વ ડેપ્યુટી મેનેજર ગોકુલનાથ શેટ્ટી સમેત ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. બીજા અન્ય બે લોકોમાં એક બેંકનો કર્મચારી મનોજ ખરાટ અને નિરવ મોદીના એક કર્મચારી હેમંત ભટ્ટ પણ છે. આ ત્રણેય લોકોને આજ શનિવારના રોજ સિબિઆઇની સ્પેશીયલ કોર્ટમાં હાજર કરવામાં આવશે.
એવી પણ માહિતી પણ મળી રહી છે, કે 11,400 કરોડ રૂપિયાના આ કૌભાંડમાં લગભગ LOUs લેટર, (લેટર ઓફ અન્ડરસ્ટેન્ડિંગ) 2017-18માં રજુ કર્યા છે અથવા તેને રીન્યુ કરવામાં આવ્યા છે.
પંજાબ નેશનલ બેંકની મુંબઈ સ્થિત શાખા પર 14૩ LOU લેટરથી સંબધિત છે, આં સાખ પત્રોના આધાર પર ગોટાળા તરીકે 4,886 કરોડ રૂપિયા રજુ કરવામાં આવ્યાં. આ રૂપિયા ત્રણ કંપની જેમ્સ, નક્ષત્ર અને ગિન્ની તપાસના દાયરામાં છે. સિબિઆઇ અને ઇડી તેમની વિભિન્ન બેંકો સાથે સાંઠગાંઠ અને નાણાંના છેલ્લા ઉપયોગની તપાસ કરી રહ્યા છે.