Junagadh News/ જૂનાગઢની કરોડોની ફૂડ ટેસ્ટિંગ લેબ હજુ અધૂરી? 5 કરોડની મશીનરી છતાં સેમ્પલ માટે વડોદરા પર નિર્ભરતા

જૂનાગઢમાં 5 કરોડના ખર્ચે ઉભી કરાયેલી ફૂડ ટેસ્ટિંગ લેબ (Junagadh Food Lab) હજુ સંપૂર્ણ રીતે કાર્યરત નથી. ખાદ્યપદાર્થોના સેમ્પલ માટે આજે પણ વડોદરા પર નિર્ભર રહેવું પડે છે.

Top Stories Gujarat Others Breaking News
કરોડોના ખર્ચ બાદ પણ Junagadh Food Lab સંપૂર્ણ કાર્યરત નહીં, ઉઠ્યા સવાલો

Junagadh News: જૂનાગઢ મહાનગરપાલિકાની ફૂડ ટેસ્ટિંગ લેબોરેટરી (Junagadh Food Lab) ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવી છે. શહેરમાં ખાદ્યપદાર્થોની ગુણવત્તા ચકાસવા અને ભેળસેળ સામે કડક કાર્યવાહી કરવા માટે કરોડો રૂપિયાના ખર્ચે ઉભી કરાયેલી આધુનિક લેબોરેટરી હજુ સુધી સંપૂર્ણ રીતે કાર્યરત ન થતા અનેક સવાલો ઊભા થયા છે.

Junagadh Food Lab : ફૂડ સેફ્ટી માટે કરોડો ખર્ચાયા

મહાનગરપાલિકાના વર્ષ 2025-26ના બજેટમાં ફૂડ સેફ્ટી અને ગુણવત્તા નિયંત્રણ માટે આશરે 13 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી હતી. જેમાંથી અંદાજે 5 કરોડ રૂપિયાના ખર્ચે અત્યાધુનિક સાધનો અને મશીનરી સાથે ફૂડ ટેસ્ટિંગ લેબોરેટરી (Junagadh Food Lab) તૈયાર કરવામાં આવી હતી. આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ સ્થાનિક સ્તરે જ ખાદ્યપદાર્થોના નમૂનાઓની તપાસ શક્ય બનાવવાનો હતો, જેથી લોકોને અને વેપારીઓને સેમ્પલ પરીક્ષણ માટે અન્ય શહેરો પર નિર્ભર રહેવું ન પડે.

જોકે, હાલની સ્થિતિમાં લેબ (Junagadh Food Lab)માં ખાદ્યપદાર્થોના સેમ્પલની નિયમિત તપાસ શરૂ થઈ શકી નથી. સ્થાનિક સ્તરે માત્ર પાણીના નમૂનાઓની તપાસ કરવામાં આવી રહી હોવાનું સામે આવ્યું છે. ખાદ્યપદાર્થોના સેમ્પલ હજુ પણ વડોદરાની અધિકૃત લેબોરેટરીમાં મોકલવામાં આવે છે.

આ મુદ્દે વિરોધ પક્ષે મનપા તંત્ર પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે. વિરોધ પક્ષના નેતાઓનું કહેવું છે કે કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલી સુવિધા હોવા છતાં તેનો સંપૂર્ણ ઉપયોગ થતો નથી, જેના કારણે સરકારી નાણાંનો યોગ્ય લાભ પ્રજાને મળતો નથી. સાથે જ શહેરમાં ખાદ્ય ભેળસેળ સામે અસરકારક નિયંત્રણ પણ શક્ય બનતું નથી.

Junagadh Food Lab
Junagadh Food Lab

બીજી તરફ મનપાના આરોગ્ય વિભાગે સ્પષ્ટતા કરી છે કે લેબોરેટરી (Junagadh Food Lab)નું માળખું અને સાધનો તૈયાર છે. હાલમાં બે ફૂડ સેફ્ટી ઓફિસરોની નિમણૂક કરવામાં આવી છે અને તેમને કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા મુજબ જરૂરી તાલીમ પણ અપાઈ છે. જોકે, સત્તાવાર નોટિફિકેશન અને કેટલીક નિયમનકારી મંજૂરીઓ મળવાની પ્રક્રિયા હજુ બાકી છે.

મનપા અધિકારીઓના જણાવ્યા મુજબ, લેબને સંપૂર્ણ કાર્યરત બનાવવા માટે FSSAI અને NABL જેવી જરૂરી સંસ્થાઓની મંજૂરી મેળવવાની પ્રક્રિયા ચાલી રહી છે. મંજૂરી મળ્યા બાદ સ્થાનિક સ્તરે ખાદ્યપદાર્થોના સેમ્પલની તપાસ શરૂ કરી શકાશે.

Junagadh Food Lab
Junagadh Food Lab

હાલ આ સમગ્ર મામલો શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે. એક તરફ કરોડોના ખર્ચ સામે પરિણામો અંગે સવાલો ઉઠી રહ્યા છે, તો બીજી તરફ તંત્ર જરૂરી મંજૂરીઓ બાદ કામગીરી શરૂ થવાનો દાવો કરી રહ્યું છે. હવે આગામી સમયમાં લેબોરેટરી ક્યારે સંપૂર્ણ કાર્યરત બને છે તેના પર સૌની નજર ટકેલી છે.


આ પણ વાંચો:સુરતના પોલારિસ મોલમાં ફૂડ ટેસ્ટિંગ લેબની આડમાં ચાલતી ‘બ્લુ ક્રિસ્ટલ’ MD ડ્રગ્સની સિક્રેટ ફેક્ટરીનો પર્દાફાશ!

આ પણ વાંચો:ફૂડ ટેસ્ટિંગ માટે 5 જીલ્લાઓમાં આધુનિક લેબોરેટરી ઊભી કરાશે

આ પણ વાંચો:ગુજરાતમાં ભેળસેળિયાઓનું હવે આવી બનશે! સુરતમાં 50 કરોડના ખર્ચે બનશે હાઈ-ટેક ‘ફૂડ એન્ડ ડ્રગ લેબોરેટરી’