વારંવાર દુશ્મન દેશમાંથી નશીલા અને યુવા પેઢીને ખતમ કરનારા ડ્રગ્સની ખેપો ભારતમાં મોકલવામાં આવે છે. ખાસ કરીને પંજાબ – પાકિસ્તાનથી કરવામાં આવતી ડ્રગ્સની તસ્કરી માટે સ્વર્ગ માનવામાં આવે છે. અને માટે જ ઉડતા પંજાબ નું ફક્ત ઉચ્ચારણ કરવાથી બીજી કોઇ હકીકતો બતાવવાની જરુર રહેતી નથી. બસ આજ તર્જ પર ફરી એકવાર પાકિસ્તાન- પંજાબની સરહદેથી ભારે માત્રામાં ડ્રગ્સનો જથ્થો ભારતમાં ઘૂસાડવાની કોશિશ કરવામાં આવી રહી હતી, જો કે આ કોશિશ ઉપર ભારતની સુરક્ષા એજન્સીએ પાણી ફેરવી દીધું છે.
પંજાબમાં વિશેષ ટાસ્ક ફોર્સ (બોર્ડર રેન્જે) દ્વારા અમૃતસરમાંથી લગભગ 200 કિલો હેરોઇનનો જથ્થો કબજે કરી 4 લોકોને ધરપકડ કરવામાં આવી છે. એસટીએફના ડીએસપી વાવિંદર મહાજન કહે છે, “ઘણા દિવસોથી ઓપરેશન ચાલી રહ્યું હતું. એક મહિલા સહિત ચાર લોકોની આ મામલે માલ(હેરોઇન) સાથે ધરપકડ કરવામાં આવી છે.”
Punjab: Special Task Force Border Range seized around 200 kg heroin and arrested 4 people in Amritsar. Vavinder Mahajan, DSP, STF says, "The operation was underway since many days. Four people including a woman have been arrested". pic.twitter.com/E3NojakbRk
— ANI (@ANI) January 31, 2020
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
