પાડોશી દેશ નેપાળમાં શેર બહાદુર દેઉબા દેશના નવા વડા પ્રધાન બન્યા છે. નેપાળી કોંગ્રેસ અધ્યક્ષ શેર બહાદુર દેઉબા પાંચમી વખત દેશના વડા પ્રધાન બન્યા.અહેવાલ મુજબ, રાષ્ટ્રપતિ વિદ્યા દેવી ભંડારીએ તેમને બંધારણની કલમ 76 હેઠળ વડા પ્રધાન તરીકે નિયુક્ત કર્યા છે. 74 વર્ષીય શેર બહાદુર દેઉબાની નિમણૂક સોમવારે સુપ્રીમ કોર્ટના નિર્ણય સુસંગત થઇ છે. જેણે કેપી શર્મા ઓલીને હટાવતા વડા પ્રધાન પદ માટેના તેમના દાવા પર મહોર લગાવવામાં આવી છે.
નેપાળની બંધારણીય જોગવાઈ હેઠળ, દેઉબાએ વડા પ્રધાન તરીકેની નિમણૂકના 30 દિવસની અંદર ગૃહમાં વિશ્વાસનો મત મેળવો પડશે. આ પહેલા દેવાબા ચાર વખત વડા પ્રધાન રહી ચૂક્યા છે – પહેલી વાર સપ્ટેમ્બર 1995 – માર્ચ 1997, બીજી વખત જુલાઈ 2001 – ઓક્ટોબર 2002, ત્રીજી વખત જૂન 2004 – ફેબ્રુઆરી 2005 અને ચોથી વખત જૂન 2017 – ફેબ્રુઆરી 2018 સુધી તેમનો કાર્યકાળ હતો.
પડોશી દેશની લગામ નવા હાથમાં ગઈ છે, તેથી હવે ભારત-નેપાળ સાથેના સંબંધો આગામી દિવસોમાં કેવા રહે છે તે જોવું રસપ્રદ બનશે. શું સરહદ પર ફરીને બંને દેશો વચ્ચેની કડવાશનો અંત આવશે? દેઉભાને ભારતના સમર્થક માનવમાં આવે છે તે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 2017માં મળ્યા હતા.તેમની સાથે આર્થિક બાબતો સાથે મેંઘશિયા મામલે તેમણે નરમ વલણ રાખ્યો હતો.
નેપાળ એકમાત્ર હિન્દુ રાષ્ટ્ર જ નથી સાથે તે દરેક બાબતમાં ભારત માટે એક મહત્વપૂર્ણ મૈત્રીપૂર્ણ દેશ પણ છે, તેથી ભારત ક્યારેય ઇચ્છશે નહીં કે ત્યાંની સરકાર સત્તા પર આવે, જે ચીનના સૂચનો પર કાર્ય કરે છે. તેથી, મુત્સદ્દીગીરીની દ્રષ્ટિએ, નેપાળમાં સત્તા પરિવર્તન ભારત માટે અનુકૂળ હોવાનું કહેવાશે.
