Usa News : અમેરિકામાં શુક્રવારે (27 સપ્ટેમ્બર) ત્રાટકેલા ચક્રવાત હેલેનના કારણે અત્યાર સુધીમાં 5 રાજ્યોમાં 49 લોકોના મોત થયા છે. ચક્રવાતની સૌથી વધુ અસર દક્ષિણ કેરોલિના અને જ્યોર્જિયામાં જોવા મળી હતી જ્યાં કેટેગરી 4ના વાવાઝોડાને કારણે 34 લોકોના મોત થયા હતા. પાંચેય રાજ્યોમાં તોફાનના કારણે અનેક લોકો ફસાયેલા છે, તેમને બચાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. નોર્થ કેરોલિનામાં કેટલીક જગ્યાએ ભૂસ્ખલન પણ થયું હતું. લોકોને બચાવવા માટે અહીં હેલિકોપ્ટર મોકલવામાં આવ્યા હતા.
આ દરમિયાન હોસ્પિટલની છત પરથી 59 લોકોને બચાવી લેવાયા હતા. અમેરિકામાં તોફાનને કારણે 45 લાખ લોકોના ઘરોમાં વીજળી નથી. ફ્લોરિડામાં બચાવ કામગીરી માટે 4 હજાર નેશનલ ગાર્ડસમેન તૈનાત કરવામાં આવ્યા છે.ફાઇનાન્શિયલ કંપની મૂડીઝે કહ્યું કે ચક્રવાત હેલેનના કારણે અમેરિકાને 2 લાખ 51 હજાર કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. બીબીસીના જણાવ્યા અનુસાર મેક્સિકોના અખાતમાંથી ફ્લોરિડાના દરિયાકાંઠે ત્રાટકેલું આ અત્યાર સુધીનું સૌથી શક્તિશાળી તોફાન છે.
તે અમેરિકાના ઈતિહાસના 14 સૌથી ખતરનાક તોફાનોમાંથી એક છે. આ પહેલા શુક્રવારે જાહેર કરાયેલા આંકડા અનુસાર, તોફાનથી 1 કરોડ 20 લાખ લોકો પ્રભાવિત થયા છે. જેના કારણે 1 હજાર ફ્લાઈટ્સ રદ કરવામાં આવી હતી. સ્ટેટ ઈમરજન્સી સર્વિસે કહ્યું છે કે આગામી બે-ત્રણ દિવસમાં 5 કરોડ લોકો પ્રભાવિત થઈ શકે છે.
આ પણ વાંચો:કેનેડા 2 વર્ષ પહેલા ગયેલી ભારતીય યુવતીનું મોત, વીડિયો કોલમાં પરિવાર સામે જ અચાનક ઢળી પડી
આ પણ વાંચો:કેનેડામાં 13 હજાર ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ્સે અસાઈલમ માટે અરજી કરી, ચોંકાવનારા ડેટા આવ્યા સામે
