Not Set/ અમદાવાદથી મુંદ્રા વચ્ચેની પ્રથમ ઉડાનને CM રુપાણીએ આપ્યો ગ્રીન સિગ્નલ

અમદાવાદ, “ઉડે દેશનો સામાન્ય નાગરિક” નામની યોજનાના ભાગરૂપે મુખ્યમંત્રી વિજય રુપાણીએ અમદાવાદથી મુંદ્રા સુધીની વિમાનસેવાને લીલી ઝંડી બતાવી હતી. ત્યારબાદ એયર ઓડિશાની પ્રથમ ફ્લાઈટે અમદાવાદથી મુંદ્રા સુધીની ઉડાન ભરી હતી. આ યોજનાનાના પ્રથમ ચરણમાં અમદાવાદથી ભાવનગર, જામનગર, દીવ અને મુંદ્રા વચ્ચે આ હવાઈસેવાનો રૂટ નક્કી કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આ હવાઈસેવા ગુજરાત સ્ટેટ […]

Top Stories

અમદાવાદ,

“ઉડે દેશનો સામાન્ય નાગરિક” નામની યોજનાના ભાગરૂપે મુખ્યમંત્રી વિજય રુપાણીએ અમદાવાદથી મુંદ્રા સુધીની વિમાનસેવાને લીલી ઝંડી બતાવી હતી. ત્યારબાદ એયર ઓડિશાની પ્રથમ ફ્લાઈટે અમદાવાદથી મુંદ્રા સુધીની ઉડાન ભરી હતી. આ યોજનાનાના પ્રથમ ચરણમાં અમદાવાદથી ભાવનગર, જામનગર, દીવ અને મુંદ્રા વચ્ચે આ હવાઈસેવાનો રૂટ નક્કી કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આ હવાઈસેવા ગુજરાત સ્ટેટ એક્સ્પોર્ટ કોર્પોરેશન લિમિટેડ (GSIC), મોનાર્ક ગ્રુપ અને એયર ડેક્કનનું સંયુક્ત સાહસ છે.

એયર ઓડિશા અને ઉડાન યોજનાનો મુખ્ય ઉદ્દેશ દેશના નાનામાં નાના વિસ્તાર સુધી એયર કનેક્ટિવિટી પહોચાડવાનો છે. ત્યારે આ હવાઈ યોજના અંતર્ગત નવા એરપોર્ટસ અને શહેરોને જોડવા માટે ૫૦ નવા રૂટ બનાવવામાં આવ્યા છે.

આ નવી હવાઈસેવા અંગે મોનાર્ક ગ્રુપના હિમાંશુ શાહે જણાવ્યું, ભારત સાથે અમે ભારતની ઉડાન સાથે સામેલ થવાથી ગૌરવ અનુભવી રહ્યા છીએ. અમે માનીએ છીએ કે ભારતના સામાન્ય વ્યક્તિને પણ હવાઈસેવાઓ આપવી એ તેમનો વિશેષાધિકાર છે. અમે દેશના ખૂને-ખૂણે આ ઉડાનની પ્રવુત્તિઓનો વ્યાપ વધારવા માટેની તક માનીએ છીએ.