બોલીવુડ ન્યુઝ/ બૉલીવુડ ના દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચનને પસંદ છે હાર્લે ડેવિડસનની સવારી, નવ્યાને પણ નાના લાગ્યા કુલેસ્ટ

અમિતાભ તેની નવી અને જૂની ફિલ્મોના શૂટિંગના સમયના ફોટો અવાર નવાર સોશિયલ મીડિયા પર ફોટા શેર કરતા રહે છે.

Entertainment
Untitled 11 બૉલીવુડ ના દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચનને પસંદ છે હાર્લે ડેવિડસનની સવારી, નવ્યાને પણ નાના લાગ્યા કુલેસ્ટ

બૉલીવુડ ના મહાનાયક  અને સદીના મેગાસ્ટાર એવા  અમિતાભ બચ્ચને પણ હાર્લે ડેવિડસનને પસંદ છે. આ વાત તાજેતરની તેમની પોસ્ટ પરથી  જાણવા  મળી રહી છે. અમિતાભ તેની નવી અને જૂની ફિલ્મોના શૂટિંગના સમયના ફોટો અવાર નવાર સોશિયલ મીડિયા પર ફોટા શેર કરતા રહે છે. તેવામાં અમિતાભ બચ્ચને તાજેતરમાં જ ઈંસ્ટાગ્રામ પર પોતાનો એક ફોટો શેર કર્યો છે. જેના પર કાર્તિક આર્યન સહિત ઘણા સેલેબ્સે લાઈક અને કોમેન્ટ કરી છે. એટલું જ નહીં અમિતાભ બચ્ચનની પૌત્રી નવ્યાને પણ નાનાની આ સ્ટાઇલ ખૂબ પસંદ આવી છે.

અમિતાભ બચ્ચને આ ફોટા ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. બ્લેક લેધર જેકેટ પહેરીને અને આંખો પર બ્લુ રંગના ચશ્માં પહેરીને અમિતાભ બચ્ચન ખૂબ જ સ્માર્ટ દેખાઈ રહ્યા છે. અમિતાભ બચ્ચનનો આ ફોટો હાર્લે ડેવિડસનને સવારી કરતી વખતે લેવામાં આવ્યો છે. આ ફોટોને શેર કરતાં અમિતાભે કેપ્શનમાં લખ્યું હતું કે ‘હાર્લે પર સવારી કરવી એ એક અલગ જ દુનિયાનો અનુભવ કરાવે છે’. અમિતાભના આ ફોટા પર તેમની પૌત્રી નવ્યા નવેલીએ ‘કુલેસ્ટ’ લખ્યું હતું. આ ફોટોને શેર થયાના થોડા જ કલાકોમાં ચાર લાખથી વધુ લાઈક્સ મળી છે. જણાવી દઈએ કે અમિતાભ બચ્ચને શેર કરેલો ફોટો ‘બુઢ્ઢા હોગા તેરા બાપ’ ફિલ્મનું પોસ્ટર છે. આ ફિલ્મ વર્ષ 2011 માં આવી હતી. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન સાથે હેમા માલિની અને સોનુ સૂદ પણ હતાં.

આ પહેલા અમિતાભ બચ્ચને તેની આગામી ફિલ્મ ‘ગુડબોય’ના સેટ પરથી ડોગી સાથે ફોટો શેર કર્યો હતો. અમિતાભ સાથે નીના ગુપ્તા પણ આ ફિલ્મમાં જોવા મળશે. કોરોના રોગચાળાને કારણે આ ફિલ્મનું શૂટિંગ બંધ કરાયું હતું પરંતુ હવે તે ફરી શરૂ થઈ ગયું છે. અમિતાભ એક પછી એક ફિલ્મોના શૂટિંગમાં ફરીથી વ્યસ્ત થયા છે. ગુડબોય ફિલ્મ ઉપરાંત અમિતાભ બચ્ચન ‘બ્રહ્માસ્ત્ર’માં અને ઇમરાન હાશ્મી અને રિયા ચક્રવર્તી સાથેની ફિલ્મ ‘ચેહરે’માં પણ જોવા મળશે.