દુર્ઘટના/ માર્ગ અકસ્માતમાં ઘટનાસ્થળે જ આ અભિનેત્રીએ ગુમાવ્યો જીવ, કાર સવાર મિત્રનું પણ હોસ્પિટલમાં મોત

કારમાં તેની સાથે એક મિત્ર પણ હતો. બંને હોળી પાર્ટી મનાવીને ઘરે પરત ફરી રહ્યા હતા. 26 વર્ષની ગાયત્રીને વેબ સિરીઝ ‘મેડમ સર મેડમ અંતે’થી લોકપ્રિયતા મળી હતી. અહેવાલો અનુસાર ગાયત્રીનો મિત્ર કાર ચલાવી રહ્યો હતો.

Entertainment
અકસ્માતમાં

સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે એક ખરાબ સમાચાર છે. તેલુગુ ફિલ્મની જાણીતી અભિનેત્રી ગાયત્રી ઉર્ફે ડોલી ડીક્રુઝનું શુક્રવારે એક ભયાનક કાર અકસ્માતમાં મૃત્યુ થયું હતું. કારમાં તેની સાથે એક મિત્ર પણ હતો. બંને હોળી પાર્ટી મનાવીને ઘરે પરત ફરી રહ્યા હતા. 26 વર્ષની ગાયત્રીને વેબ સિરીઝ ‘મેડમ સર મેડમ અંતે’થી લોકપ્રિયતા મળી હતી. અહેવાલો અનુસાર ગાયત્રીનો મિત્ર કાર ચલાવી રહ્યો હતો.

અહેવાલો અનુસાર, ગાયત્રી અને તેનો મિત્ર હોળી પાર્ટી પછી હૈદરાબાદના ગચીબવલી પાસેથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન મિત્ર કાર ચલાવી રહ્યો હતો અને સ્પીડ પણ ઘણી વધારે હતી. આ દરમિયાન તેણે કાબૂ ગુમાવ્યો હતો અને કાર ડિવાઈડર સાથે અથડાઈને સીધી જઈને પલટી ગઈ હતી. આ અકસ્માત એટલો દર્દનાક હતો કે ગાયત્રીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે તેના મિત્રનું હોસ્પિટલમાં મોત થયું હતું. આ ભયાનક અકસ્માત બાદ ચાહકોની સાથે તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રી પણ આઘાતમાં છે.

Instagram will load in the frontend.

કેટલાક અહેવાલો અનુસાર ગાયત્રીની કાર રસ્તા પર ચાલી રહેલી 36 વર્ષની મહિલાને બચાવવાનો પ્રયાસ કરતી વખતે ડિવાઈડર સાથે અથડાઈ હતી. ડિવાઈડર સાથે અથડાતાં જ કાર પલટી ગઈ હતી અને ગાયત્રી લાંબા સમય સુધી તેમાં ફસાઈ ગઈ હતી. આ અકસ્માતમાં રોડ ક્રોસ કરી રહેલી મહિલાએ પણ જીવ ગુમાવ્યો હતો.

ગાયત્રીએ ઘણી શોર્ટ ફિલ્મોમાં કર્યું હતું કામ

ગાયત્રીના મિત્રને કાર અકસ્માતમાં ગંભીર ઈજા થઈ હતી, ત્યારબાદ તેને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. હોસ્પિટલ પહોંચતા જ તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. આપને જણાવી દઈએ કે ગાયત્રી તેની યુટ્યુબ ચેનલ ‘જલસા રાયડુ’ના કારણે પણ લોકપ્રિય હતી. જેના કારણે તેને વેબ સિરીઝ ‘મેડમ સર મેડમ અંતે’ની ઓફર મળી હતી. ગાયત્રી ઉર્ફે ડોલી ડીક્રુઝે પણ ઘણી શોર્ટ ફિલ્મોમાં કામ કર્યું છે.

આ પણ વાંચો :મમ્મી બનવા જઈ રહી છે સોનમ કપૂર, બેબી બમ્પ ફ્લોન્ટ કરતાં આપ્યા GOOD NEWS  

આ પણ વાંચો :સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પહોંચી RRRની ટીમ, અહીં પ્રમોટ થનારી પહેલી ફિલ્મ  

આ પણ વાંચો :પીએમ મોદી કરતા ઇન્સ્ટાગ્રામ પર વધુ ફોલોઅર્સ છે આ અભિનેત્રીઓના, જાણો કોન-કોન છે લિસ્ટમાં

આ પણ વાંચો : રણબીર કપૂર-શ્રદ્ધા કપૂરની એ ફિલ્મના સેટ પરથી ફૂટેજ થયા લીક, જેનું નામ પણ નક્કી નથી થયું