Not Set/ PoK માં આઝાદીનું બિગુલ ફૂંકાયુ, મુઝફ્ફરાબાદમાં લગાવવામાં આવી ઈમરજન્સી, 2 લોકોનાં મોત

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદથી શાંતિ અને સુમેળ સર્જાયો હોવાથી પાકિસ્તાન અધિકૃત કાશ્મીરનાં લોકોમાં પાકિસ્તાન પ્રત્યે ઘૃણાનો ભાવ જાગૃત થવા લાગ્યો છે. મુઝફ્ફરાબાદમાં અવાર-નવાર લોકો આઝાદી માટે પ્રદર્શન કરી રહ્યા છે. આ વિરોધથી ઉશ્કેરાયેલી, પાકિસ્તાની સૈન્ય હવે દમન માટે ઉતારુ થઇ છે. પીઓકેની રાજધાની મુઝફ્ફરાબાદમાં હવે ઇમરજન્સી લાગુ કરવામાં આવી છે. ત્યાંના પ્રેસ ક્લબમાં, સેનાએ […]

Top Stories World
Pok PoK માં આઝાદીનું બિગુલ ફૂંકાયુ, મુઝફ્ફરાબાદમાં લગાવવામાં આવી ઈમરજન્સી, 2 લોકોનાં મોત

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદથી શાંતિ અને સુમેળ સર્જાયો હોવાથી પાકિસ્તાન અધિકૃત કાશ્મીરનાં લોકોમાં પાકિસ્તાન પ્રત્યે ઘૃણાનો ભાવ જાગૃત થવા લાગ્યો છે. મુઝફ્ફરાબાદમાં અવાર-નવાર લોકો આઝાદી માટે પ્રદર્શન કરી રહ્યા છે. આ વિરોધથી ઉશ્કેરાયેલી, પાકિસ્તાની સૈન્ય હવે દમન માટે ઉતારુ થઇ છે. પીઓકેની રાજધાની મુઝફ્ફરાબાદમાં હવે ઇમરજન્સી લાગુ કરવામાં આવી છે. ત્યાંના પ્રેસ ક્લબમાં, સેનાએ ટીયર ગેસ છોડ્યો, જેનાથી ઘણા પત્રકારો પણ ઘાયલ થયા હતા.

રાજદ્વારીઓને એલઓસી નજીકનાં નૌસેરી, શાહકોટ અને જુરા સેક્ટરોમાં તેમજ નૌસાદા ગામમાં લઈ જવામાં આવ્યા હતા, જેને ભારતીય સૈનિકો દ્વારા કરવામાં આવેલા હુમલામાં ભારે નુકસાન થયું છે. સમાચાર એજન્સી આઈએએનએસ અનુસાર આ મુલાકાત એટલા માટે ગોઠવવામાં આવી હતી કે જેથી તેઓ ભારતીય સેનાનાં ચીફ જનરલ બિપિન રાવત દ્વારા કરવામાં આવેલા દાવાને ચકાસી શકે. દરમિયાન મુઝફ્ફરાબાદમાં સ્થાનિક લોકોએ વિરોધ શરૂ કર્યો હતો. આ લોકો પીઓકેની આઝાદીની માંગ કરી રહ્યા હતા. આ શાંતિપૂર્ણ વિરોધને ડામવા માટે પોલીસે ટીયર ગેસ છોડ્યો અને ફાયરિંગ કર્યું, જેમાં 2 લોકો માર્યા ગયા અને 100 થી વધુ લોકો ઘાયલ થયા. કેટલાક પત્રકારોને પણ ઇજાઓ પહોંચી હતી.

ઇન્ટર સર્વિસીસ પબ્લિક રિલેશનનાં ડાયરેક્ટર મેજર જનરલ આસિફ ગફૂરે જણાવ્યું હતું કે, રાજદ્વારીઓ અને મીડિયા કર્મચારીઓને તોપખાનાનાં શેલનાં અવશેષો બતાવવામાં આવ્યા છે, જેનો દાવો છે કે પાકિસ્તાને એલઓસી પારથી ભારતીય સૈન્ય દ્વારા ફાયરિંગ કર્યું હતું. સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર, ઈસ્લામાબાદે ભારત વિરુદ્ધ પોતાના અભિયાનમાં પાકિસ્તાન હસ્તકનાં કાશ્મીરનાં પસંદ કરવામાં આવેલા વિસ્તારોમાં વિદેશી રાજદ્વારીઓનું એક નાનકડું ગ્રુપ લઈ જવામાં આવ્યુ હતું.

ઉલ્લેખનીય છે કે, પોલીસ અને ઓલ ઇન્ડિપેન્ડેટ પાર્ટીજ એલાયન્સ (એઆઈપીએ) હેઠળ વિવિધ રાજકીય પક્ષો દ્વારા આયોજીત એક રેલી દરમિયાન મુઝફ્ફરાબાદ (પાકિસ્તાન અધિકૃત કાશ્મીર) માં પોલીસ દ્વારા લાઠીચાર્જ બાદ બે લોકોનાં મોત થયા હતા. અહેવાલો મુજબ, 1947 માં પાકિસ્તાનનાં કાશ્મીર પર આક્રમણની વર્ષગાંઠ પર “બ્લેક ડે” ની ઉજવણી માટે પીઓકે અને ગિલગિટ બાલ્ટિસ્તાનમાં પાર્ટીઓ દ્વારા રેલી યોજવામાં આવી હતી. ગત વર્ષે 22 ઓક્ટોબરે મુઝફ્ફરાબાદ, રાવલકોટ, કોટલી, ગિલગિટ, રાવલપિંડી અને અન્ય વિસ્તારોમાં પણ આવા જ વિરોધ પ્રદર્શન થયા હતા. પાકિસ્તાનનાં મીડિયાનાં અહેવાલો અનુસાર રાજદ્વારીઓને પસંદ કરવામાં આવેલા સ્થળોએ લઇ જવામાં આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.