Vadodara/ વિવાદમાં સંપડાઈ MS યુનિવર્સિટી, વિદ્યાના ધામમાં જામી દારૂની મહેફિલ

મનુભાઈ મહેતા હોલ ના 34 નંબરની રૂમમાં આ દારૂની મહેફિલ ચાલતી હતી. આ સાથે જ હોસ્ટેલમાં સિક્યુરિટીની કામગિરી પર પણ સવાલો ઉભા થઇ રહ્યા છે.

Top Stories Gujarat Vadodara
4 62 1 વિવાદમાં સંપડાઈ MS યુનિવર્સિટી, વિદ્યાના ધામમાં જામી દારૂની મહેફિલ

સંસ્કારીનગરી કહેવાતી વડોદરા નગરીમાં વિદ્યાના મંદિરમાં મહેફીલો જામી રહી છે, જી હા વડોદરા ની MS યુનિ.માં દારૂની મેહફીલ જામી હતી. મળતી માહિતી અનુસાર યુનિવર્સીટીની હોસ્ટેલના રૂમમાંથી વિદેશી શરાબ ભરેલા ગ્લાસ મળી આવ્યા હતા. MS યુનિવર્સીટીની હોસ્ટેલમાં 3 વિદ્યાર્થીઓ દારૂની મહેફીલ માણતા ઝડપાયા હતા.

જાણવા મળ્યું કે મનુભાઈ મહેતા હોલ ના 34 નંબરની રૂમમાં આ દારૂની મહેફિલ ચાલતી હતી. આ સાથે જ હોસ્ટેલમાં સિક્યુરિટીની કામગિરી પર પણ સવાલો ઉભા થઇ રહ્યા છે. જયારે વિદ્યાર્થીઓને જાણ થઇ કે તપાસ શરુ થવાની છે, કે દરોડા પડી શકે છે તે બાદ ત્રણેય વિદ્યાર્થીઓ પોતાના મોબાઇલ ફોન બધું જ મુકીને ત્યાંથી ફરાર થઇ ગયા હતા.

આ અગાઉ પણ ઘણીવાર MS યુનિવર્સીટી દારૂને લઈને વિવાદોમાં સપડાઈ છે. હોસ્ટેલમાં ખુલ્લેઆમ દારુ પીતાં વિદ્યાર્થીઓ પકડાય છે ત્યારે સત્તાધીશોની લાપરવાહી પણ શંકા ઉપજે છે. મહત્વનું એ છે કે જે રીતે ગુજરાતમાં મોટા મોટા દાવાઓ કરવામાં આવી રહ્યા છે કે ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ છે એવામાં ઠેર ઠેર કોલેજના વિદ્યાર્થીઓ જ આમાં સપડાયેલા જોવા મળી રહ્યા છે. દિવસે ને દિવસે દારૂ અને ડ્રગ્સનું દુષણ ઘટવાને બદલે વધતું જોવા મળી રહ્યું છે.

વાત આટલે જ નથી પૂરી નથી થતી ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં વડોદરાની MS યુનિવર્સીટીમાં ખુલ્લેઆમ દારૂ પીવાય છે. દારૂ રૂમ સુધી વોર્ડેનની જાણ બાર કઈ રીતે પહોચે છે, આટલી સિક્યોરીટી હોવા ઉપરાંત આ વસ્તુ બની રહી છે તે ખુબ જ મોટી વાત છે. આવા ઘણા સવાલ  લોકોના મનમાં ઉભા થઇ રહ્યા છે. આ સાથે આ ઘટનાના પગલે શહેરમાં દારૂબંધીનો ચુસ્ત અમલ થતો હોવાનો દાવો પણ પોકળ સાબિત થયો છે.