શ્રાવણ માસ જેમ જેમ નજીક આવી રહ્યો છે તેમ તેમ જુગારધારીઓનું જુગારધામ પણ ધમધમતું જોવા મળી રહ્યું છે. પત્તાપ્રેમીઓને પકડી પાડવા માટે પોલીસ અત્યારે ચાંપતી નજર રાખી રહી છે. એવામાં તાજેતરમાં જ દાહોદના ખરજ ગામમાંથી જુગાર રમતા જુગારીઓને પોલીસે ઝડપી પાડ્યા છે.
મળતી માહિતી અનુસાર ગ્રામ્ય પોલીસને બાતમી મળી હતી, જેના સહારે તેમને કાર્યવાહી હાથ ધરી હતી અને તે જગ્યા પર પહોચી જુગારીઓને રંગે હાથ પકડી પાડ્યા હતા. પોલીસ જયારે ગામમાં પ્રવેશી ત્યારે ગામના સંઘાડિયા ફળિયામાંથી આ જુગાર ધામ ચાલતું હતું અને ત્યાંથી જુગારીઓને ઝડપી પાડ્યા હતા. મળેલી બાતમી અનુસાર મોટા પાયે અહિયાં જુગારધામ ચાલી રહ્યું હતું. પોલીસે ૩ આરોપીની આ કેસમાં ધરપકડ કરી છે, જયારે 4 આરોપી ત્યાંથી ફરાર થઇ ગયા હતા. પોલીસે 1 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
દાહોદના ખરજ ગામમાં જુગારધામ ચાલી રહ્યું છે તેવી બાતમી મળતા જ પોલીસે તેના તરફ કાયદેસરની એક્શન લીધી હતી જેમાં પોલીસે ગામમાં પહોચીને આ જુગારીઓને ઝડપી પાડ્યા હતા જેમાં કુલ ૭ લોકોનું હોવાનું સામે આવ્યું છે. પોલીસે ૩ લોકોની તો ગિરફ્તારી કરી લીધી છે, પરંતુ બાકીના 4 લોકો ત્યાંથી ફરાર થઇ ગયા હતા. આ સાથે જ પોલીસે ફરાર આરોપીઓને પકડવા તજવીજ હાથ ધરી છે.
આ પણ વાંચો:કૌભાંડ/રાજકોટમાં સરકારી દવા વેચવાના કૌભાંડમાં સામે આવ્યું સિવિલનું કનેક્શન
આ પણ વાંચો:અંધશ્રદ્ધાથી મળ્યું મોત/જુઓ તો ખરા આપણા ગુજરાતમાં કઇ હદે પહોંચી અંધશ્રદ્ધા, અરવલ્લીમાં કિશોરી સાથે જે થયું તે જાણીને હચમચી જશો
આ પણ વાંચો:સમાજને લાંછન લગાડતો કિસ્સો/બાપે પોતાના જ દીકરાની અંગત પળોનો વીડિયો મુક્યો વેબસાઈટ પર અને…