suart/ કાળીચૌદશે મહાકાળી મંદિર રહેશે બંધ, 400 વર્ષ જૂની પરંપરા તૂટશે

સુરતમાં કાળીચૌદશે મહાકાળી મંદિર રહેશે બંધ છેલ્લા 400 વર્ષથી ચાલતું મહાકાળી મંદિર બંધ રહેશે કોરોનાને લીધે કાળી ચૌદસના દિવસે દર્શન માટે બંધ જૂની પરંપરા મુજબ દર વર્ષે કાળી ચૌદસે ભક્તોની ભીડ સાંજના 8 વાગ્યાથી ભક્તોની દર્શન માટે લાગે છે કતાર દર વર્ષે 10 હજારથી વધારે ભક્તો દર્શનનો લાભ લે છે કોરોનાને લીધે ભક્તો માટે દર્શન […]

Gujarat Surat Dharma & Bhakti
mahakali mandir surat કાળીચૌદશે મહાકાળી મંદિર રહેશે બંધ, 400 વર્ષ જૂની પરંપરા તૂટશે
  • સુરતમાં કાળીચૌદશે મહાકાળી મંદિર રહેશે બંધ
  • છેલ્લા 400 વર્ષથી ચાલતું મહાકાળી મંદિર બંધ રહેશે
  • કોરોનાને લીધે કાળી ચૌદસના દિવસે દર્શન માટે બંધ
  • જૂની પરંપરા મુજબ દર વર્ષે કાળી ચૌદસે ભક્તોની ભીડ
  • સાંજના 8 વાગ્યાથી ભક્તોની દર્શન માટે લાગે છે કતાર
  • દર વર્ષે 10 હજારથી વધારે ભક્તો દર્શનનો લાભ લે છે
  • કોરોનાને લીધે ભક્તો માટે દર્શન બંધ રાખવામાં આવશે

સુરતમાં કાળીચૌદશે સુરતનું પ્રસિદ્ધ મહાકાળી મંદિર બંધ રહેશે. કોરોના કપરા કાળે જ્યારે અનેક વિવિધ પરંપરા તૂટી છે, ત્યારે છેલ્લા 400 વર્ષથી ચાલતું મહાકાળી મંદિર બંધ રહેશે અને આ પૌરાણીક પરંપરા પણ તૂટશે. મંદિર બંધ રહેવાનાં અહેવાલથી લોકોમાં અને ખાસ કરીને માઇ ભક્તોમાં ઉદાસીનતા જોવામાં આવી રહી છે. કોરોનાને લીધે કાળી ચૌદસના દિવસે મંદિર દર્શન માટે બંધ રહેશે.

ઉલ્લેખનીય છે કે, જૂની પરંપરા મુજબ દર વર્ષે કાળી ચૌદસે આહીં ભક્તોની ભીડ જમા થાય છે અને હજારોની સંખ્યામાં લોકો માઇનાં દર્શનનો લાભ લેતા હોય છે. લગભગ દર કાળી ચૌદસે સાંજના 8 વાગ્યાથી ભક્તોની દર્શન માટે કતાર લાગે છે અને દર વર્ષે 10 હજારથી વધારે ભક્તો દર્શનનો લાભ લે છે, ત્યારે આ કાળી ચૌદસે મા નો દરબાર ભક્તો વિહોણો ખાલી ખમ જોવામાં આવશે. 

કોરોનાને લીધે ભક્તો માટે દર્શન બંધ રાખવામાં આવશે તેની પાછળ પ્રસાશનને કોરોના સંક્રમણ વધવાનો ભય છે. અને આની પાછળ યોગ્ય તર્ક પણ છે જ, કારણે કે સુરત સંદર્ભમા કોરોનાની વાત કરવામાં આવે તો, સુરત શહેરમાં 158 અને જિલ્લામાં 56 કેસ સાથે બુધવારે કોરોનાના વધુ 214 કેસ નોંધાયા છે. હજુ પણ શહેર જીલ્લામાં કોરોનાનો કહેર યથાવત જોવામાં આવી રહ્યો છે. આ સાથે સુરતમાં પોઝિટિવ કેસની કુલ સંખ્યા 37734 થઈ છે. અને બુધવારે કોરોનાની સારવારમાં વધુ બેના મોત નિપજ્યા છે. જેને કારણે કોરોનાનો કુલ મૃતાંક સુરતનો 1013 થયો છે.