Gujarat/ ગાંધીનગરમાં LRD ઉમેદવારોનું પ્રદર્શન, 20થી વધુ યુવાનોની અટકાયત

ગાંધીનગરમાં આંદોલન કરી રહેલા LRDના ઉમેદવારોને મળવા આમ આદમી પાર્ટીના ગુજરાત કન્વીનર ગોપાલ ઇટાલિયા ગાંધીનગરમાં મળવા માટે ગયા હતા, પરંતુ ઇટાલિયા સ્થળ પર પહોચ્યા ત્યારે આપના નેતાઓને પ્રદર્શનકારીઓને મળવા દેવાયા નહતા.

Gujarat Others
a 361 ગાંધીનગરમાં LRD ઉમેદવારોનું પ્રદર્શન, 20થી વધુ યુવાનોની અટકાયત

પાટનગર ગાંધીનગરમાં લોકરક્ષક દળની પરીક્ષાને લઈ વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે, ત્યારે સત્યાગ્રહ છાવણી ખાતે વિરોધ પ્રદર્શન કરતા LRDના 20થી વધુ ઉમેદવારોની અટકાયત કરાઈ છે. જો કે આ સમયે પોલીસ અને યુવાનો વચ્ચે ઘર્ષણ પણ થયુ હતું.

બીજી તરફ ગાંધીનગરમાં આંદોલન કરી રહેલા LRDના ઉમેદવારોને મળવા આમ આદમી પાર્ટીના ગુજરાત કન્વીનર ગોપાલ ઇટાલિયા ગાંધીનગરમાં મળવા માટે ગયા હતા, પરંતુ ઇટાલિયા સ્થળ પર પહોચ્યા ત્યારે આપના નેતાઓને પ્રદર્શનકારીઓને મળવા દેવાયા નહતા.

આપને જણાવી દઈએ કે, LRDની ભરતીમાં પુરૂષ ઉમેદવારો દ્વારા તેઓને અન્યાય થયો હોવાની માંગ આંદોલન ચાલી રહ્યુ છે. આ સાથે જ તેઓએ માંગ કરી રહ્યા છે કે, LRD ભરતીમાં જે રીતે મહિલાઓની જગ્યા વધારવામાં આવી છે તે રીતે પુરૂષ ઉમેદવારોની જગ્યા પણ વધારવામાં આવે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો