ગુજરાત/ રાજકોટ જીલ્લા પંચાયતનો 6 મહિનામાં તમામ 3558 બાળકો કુપોષણ મુક્ત કરવાનો ટાર્ગેટ

રાજકોટના જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીએ જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લા પંચાયત દ્વારા 10 ઓક્ટોબરે કુપોષણ મુક્ત રાજકોટ અભિયાન લોંચ કરવામાં આવ્યું હતું.

Gujarat Rajkot
YouTube Thumbnail 2024 01 20T130103.094 રાજકોટ જીલ્લા પંચાયતનો 6 મહિનામાં તમામ 3558 બાળકો કુપોષણ મુક્ત કરવાનો ટાર્ગેટ
  • કુપોષિત બાળકોને સ્વસ્થ બનાવવા હાથ ધરાયેલું ‘ટારગેટ’ અભિયાન સફળ
  • જીલ્લામાં ત્રણ મહિનામાં 814 બાળકોને કુપોષણ મુક્ત થયા
  • 3558 કુપોષિત બાળકોને 6 મહિનામાં કુપોષણ મુક્ત કરવાનો લક્ષ્યાંક

Rajkot News: રાજકોટ જિલ્લાના કુપોષિત બાળકોને સ્વસ્થ બનાવવા માટે હાથ ધરાયેલું ‘ટારગેટ’ અભિયાન રંગ લાવવા માંડ્યું હોય તેમ ત્રણ જ મહિનામાં 814 બાળકોને કુપોષણ મુક્ત કરવામાં આવ્યા છે. આ સાથે જ નહીં, અતિ કુપોષિત શ્રેણીમાં રહેલા સંખ્યાબંધ બાળકોના આરોગ્યમાં પણ સુધારો છે. જ્યારે 6 માસના નિર્ધારિત સમયમાં તમામ બાળકો કુપોષણુક્ત થઇ જવાનો દાવો કરવામાં આવ્યો છે.

રાજકોટના જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીએ જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લા પંચાયત દ્વારા 10 ઓક્ટોબરે કુપોષણ મુક્ત રાજકોટ અભિયાન લોંચ કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લાના 3558 કુપોષિત બાળકોને 6 મહિના માં કુપોષણ થી બહાર કાઢવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો હતો.

આ લક્ષ્યાંક સિદ્ધ કરવા માટે આઇસીડીએસ અને આરોગ્ય ની સયુંકત ટીમો બનાવી ને પ્રત્યેક બાળકનો વ્યક્તિગત ફોલો અપ કરવામાં આવ્યો હતો. ફોલ્લોઅપ અને પ્રોફાઈલિંગ બાદ આ બાળકો ને જરૂરિયાત મુજબ સ્પેશિયલ થેરાપૂટિક ફૂડ અને દવાઈ પણ આપવા આવી હતી. અને એના ભાગરૂપે ફક્ત ત્રણ માસ માંજ 814 બાળકો કુપોષણ થી બહાર આવી ગયા છે.

હાલની સ્થિતિ જિલ્લા માં 2357 જેવા બાળકો કુપોષિત છે જેમાં 1923 જેવા મધ્યમ કુપોષિત બાળકો અને 436 જેવા અતિ કુપોષિત બાળકો છે. આ પૈકી બધા બાળકો નો વજન અને ઊંચાઈ 10 ઓક્ટોબર ના પ્રમાણે વધી છે જેના લીધે એવું કહી શકીએ કે આવતા ત્રણ મહિના માં આ બધા બાળકો કુપોષણ થી બહાર આવી જશે.

ઓક્ટોબર થી ચાલી રહેલા આ અભિયાન માટે જિલ્લા પંચાયત દ્વારા 20-25 લાખ ની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી અને આ અભિયાન માં આવતા ગામડાઓ માટે કલેકટર દ્વારા પણ 20 લાખ ની ગ્રાન્ટ ડીસ્ટ્રીક્ટ મિનરલ ફંડ માંથી ફાળવવામાં આવી છે


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સચિન તેંડુલકરના ડીપફેક વાઇરલ વિડીયો પર પોલીસની કાર્યવાહી

આ પણ વાંચો:કોણ છે મિહિર દિવાકર જેણે ધોની સામે કર્યો માનહાનિનો કેસ, જાણો કેમ ખરાબ થયા બન્નેના સબંધો?

આ પણ વાંચો:વિરાટ કોહલીએ જીત્યો બેસ્ટ ફિલ્ડરનો એવોર્ડ, કેપ્ટન રોહિતની પ્રતિક્રિયા જોવા જેવી

આ પણ વાંચો:ટાટાને આઇપીએલના રાઇટ્સ 2,500 કરોડમાં મળ્યાં