Resignation/ જાણો કયા ગુજરાત કેડરના IAS અધિકારીએ અચાનક લીધી સ્વૈચ્છિક નિવૃત્તિ

સનદી સેવા એટલે કે IAS નો ભારતમાં કહી શકાય કે, સિક્કો છે. IAS અઘિકારીનાં પદ્દ સુઘી પહોંચવું કે ભારતમાં IAS અધિકારી હોવું તે નિસંદેહ ગર્વની વાત છે. પરંતુ આવા પદ્દ પરથી

Top Stories Gujarat
anand જાણો કયા ગુજરાત કેડરના IAS અધિકારીએ અચાનક લીધી સ્વૈચ્છિક નિવૃત્તિ

સનદી સેવા એટલે કે IAS નો ભારતમાં કહી શકાય કે, સિક્કો છે. IAS અઘિકારીનાં પદ્દ સુઘી પહોંચવું કે ભારતમાં IAS અધિકારી હોવું તે નિસંદેહ ગર્વની વાત છે. પરંતુ આવા પદ્દ પરથી જ્યારે કોઇ અધિકારી અચાનક અકાળે નિવૃતી જાહેર કરી દે તો તે ચર્ચાનો વિષય ચોક્કસ પણે કહેવાય કે બની જાય છે અને આજે આવો જ એક કિસ્સો સામે આવી રહ્યો છે.

ગુજરાત કેડરના IAS અધિકારી દ્વારા અચાનક જ સ્વૈચ્છિક નિવૃત્તિ જાહેર કરી દેવામાં આવી છે. પ્રાપ્ત વિગતો પ્રમાણે ગુજરાત કેડરનાં IAS અરવિંદ શર્માએ અચાનક નિવૃત્તિ લીધી છે. ઉલ્લેખનીય છે કે, 1988 ની બેંચના IAS અધિકારી અરવિંદ શર્મા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિકટના ગણાય છે.

WhatsApp Image 2021 01 11 at 21.00.20 જાણો કયા ગુજરાત કેડરના IAS અધિકારીએ અચાનક લીધી સ્વૈચ્છિક નિવૃત્તિ

ગુજરાત કેડરના IAS અધિકારી  અરવિંદ શર્મા કેન્દ્ર સરકારમાં સેક્રેટરી તરીકે ફરજ બજાવતા હતા. શર્માએ આજે જ સ્વૈચ્છિક નિવૃત્તિ નિવૃતી લઈ લીધી હોવાની વિગતો સામે આવી રહી છે. આપને જણાવી દઇએ કે શર્મા અગાઉ પીએમઓમાં પણ ફરજ બજાવી ચૂક્યા છે.
ગુજરાત સીએમઓમાં પણ શર્માએ ફરજ બજાવી છે. ગુજરાત કેડરના IAS અધિકારી  અરવિંદ શર્મા લેવામાં આવતા લોક મુખે બે વર્ષ પહેલા નિવૃત્તિ લેવાનું કારણ શું? અને એવુ તે શુ થઇ ગયુ કે નિવૃતી જ જાહેર કરી તેવા પ્રશ્નો ચર્ચાતા થયા છે. સાથે સાથે શર્મા દ્વારા અચાનક નિવૃતી જાહેર કરી દેવામાં આવતા રાજ્યના આઈએએસ બેડામાં પણ ભારે ચર્ચા જોવામા આવી રહી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…