PM Modi/ PM મોદીને લઈને ગૂગલે કરી આવી ભૂલ, માંગવી પડી માફી

ગૂગલે તેના આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ચેટ બોટ જેમિની દ્વારા પીએમ મોદી પર આપવામાં આવેલા વાંધાજનક પ્રતિભાવ બદલ માફી માગી છે.

Top Stories India
YouTube Thumbnail 55 PM મોદીને લઈને ગૂગલે કરી આવી ભૂલ, માંગવી પડી માફી

ગૂગલે તેના આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ચેટ બોટ જેમિની દ્વારા પીએમ મોદી પર આપવામાં આવેલા વાંધાજનક પ્રતિભાવ બદલ માફી માગી છે.એક અહેવાલમાં આઈટી અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરને ટાંકીને કહેવામાં આવ્યું છે કે ગૂગલે વડાપ્રધાન મોદીની માફી માગી છે અને કહ્યું છે કે તેનું પ્લેટફોર્મ જેમિની રાજકીય વિષયો માટે ભરોસાપાત્ર નથી. પીએમ મોદી વિશે પૂછવામાં આવેલા પ્રશ્નના  જેમિનીના વાંધાજનક જવાબ અંગે ભારત સરકારે ગૂગલને નોટિસ મોકલી તેનો જવાબ માંગ્યો હતો.

કેન્દ્રીય રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે શુક્રવારે ગૂગલને ચેતવણી આપી હતી કે જેમિની જે રીતે જવાબ આપી રહી છે તે IT નિયમ 3 (1) (b) અને ફોજદારી કાયદાની કેટલીક જોગવાઈઓનું ઉલ્લંઘન કરે છે. હકીકતમાં, શ્રીમોય તાલુકદાર નામના યુઝરે ટ્વિટર પર એક પોસ્ટ ફોરવર્ડ કરી હતી. જેમાં તેમણે એક સવાલના જવાબમાં ગૂગલના AI દ્વારા આપવામાં આવેલ જવાબ બતાવ્યો હતો અને કહ્યું હતું કે સરકારે તેની નોંધ લેવી જોઈએ.

જણાવી દઈએ કે ભારત સરકારે પણ કહ્યું છે કે ભારતમાં આ પ્લેટફોર્મ ચલાવવા માટે પરવાનગી લેવી પડશે. આ સિવાય ઘણા યુઝર્સે AI ચેટબોટ પર પણ આરોપ લગાવ્યો હતો અને કહ્યું હતું કે તેના પર બનેલી તસવીરો પણ ઐતિહાસિક રીતે ખોટી છે. તેના પર પક્ષપાતી સામગ્રી વધુ જોવા મળે છે. આ અંગે સંજ્ઞાન લીધા બાદ ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ પણ કહ્યું કે કંપનીને પણ ખોટું લાગ્યું છે.

એક યુઝરે ગૂગલના AI ચેટ બોટને પૂછ્યું હતું કે શું નરેન્દ્ર મોદી ફાસીવાદી છે? જેના જવાબમાં જેમિનીએ કહ્યું હતું કે, નરેન્દ્ર મોદી ભારતના વડાપ્રધાન અને ભારતીય જનતા પાર્ટીના નેતા છે. તેમના પર આવી નીતિઓ લાગુ કરવાનો આરોપ છે. કેટલાક નિષ્ણાતોએ તેમને ફાસીવાદી ગણાવ્યા છે. આ આરોપો હિન્દુ રાષ્ટ્રવાદી વિચારધારા સહિત અનેક પાસાઓ પર આધારિત છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સાધ્વી પ્રજ્ઞા ઠાકુરનું પતુ કેમ કપાયું…?

આ પણ વાંચો:આસનસોલથી ભાજપના ઉમેદવાર પવન સિંહની વાપસી પર શું બોલ્યા શત્રુઘ્ન સિન્હા – જુઓ વીડિયો

આ પણ વાંચો:રાત્રે 10 વાગ્યે એવો શું ઈમેલ મોકલવામાં આવ્યો કે CJI ચંદ્રચુડ વકીલ પર થયા ગુસ્સે, જાણો

આ પણ વાંચો: ભોજપુરી સ્ટાર પવન સિંહ આસનસોલથી નહીં લડે ચૂંટણી, TMC પર લગાવ્યા આક્ષેપ