Junagadh/ જૂનાગઢમાં દબાણ હટાવવા મામલે મુખ્યમંત્રીના નામનો રૂઆબ, મનપાની કામગીરી સામે રોષ

જૂનાગઢમાં દબાણ હટાવવા મામલે મોટી બબાલ જોવા મળી. દબાણ હટાવવા મામલામાં મુખ્યમંત્રીના નામનો રૂઆબ જોવા મળ્યો. જૂનાગઢમાં દબાણો હટાવવાની ઝુંબશે શરૂ કરવામાં આવી હતી.

Top Stories Gujarat Others
YouTube Thumbnail 2024 03 04T141704.788 જૂનાગઢમાં દબાણ હટાવવા મામલે મુખ્યમંત્રીના નામનો રૂઆબ, મનપાની કામગીરી સામે રોષ

જૂનાગઢમાં દબાણ હટાવવા મામલે મોટી બબાલ જોવા મળી. દબાણ હટાવવા મામલામાં મુખ્યમંત્રીના નામનો રૂઆબ જોવા મળ્યો. જૂનાગઢમાં દબાણો હટાવવાની ઝુંબશે શરૂ કરવામાં આવી હતી. દરમ્યાન દાણાપીઠ વિસ્તારમાં છેવાડે આવેલ વોકળાના દબાણ હટાવવાની કામગીરી બંધ કરવા મુદ્દે મુખ્યમંત્રીના સંબંધી હોવાનું જણાવવામાં આવ્યું. દબાણ હટાવો ઝુંબેશ દરમ્યાન જ્યારે દબાણકર્તાઓ વોકળામાં દબાણો દૂર કરવા ગયા ત્યારે તેમને રોકવામાં આવ્યા. જૂનાગઢના એક બિલ્ડર દ્વારા તંત્રમાં ઉપર સુધી ઓળખાણ હોવાનું જણાવી દબાણ હટાવવાની ઝુંબેશ પર રોક લગાવી.

દાણાપીઠ વિસ્તારમાં છેવાડે આવેલ વોંકળા પર દબાણ દૂર કરવા જ્યારે મનપા ટીમ પંહોચી ત્યારે મોટી બબાલ થઈ. કહેવાય છે કે જૂનાગઢના બિલ્ડર ચેતન કાંતી ફળદુ દ્વારા તંત્રમાં ઉપર સુધી પોતાની લાગવગ લગાવતા દબાણ હટાવ ઝુંબેશ હાલમાં સ્થગિત કરવામાં આવી છે.

27 જાન્યુઆરીએ કાળવાના વોકળા કાઢવા મનપા ટીમ દ્વારા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. શરૂઆતમાં અનેક સ્થાનો પર મનપા દ્વારા વોકળાના દબાણ હટાવવાની કામગીરી શરુ કરવામાં આવી હતી. આ ઝુંબેશમાં હાલમાં દાણાપીઠ સોસાયટીના છેવાડે આવેલ વોકળાના દબાણ દૂર કરવા મામલે જૂનાગઢનાં બીલ્ડર ચેતન કાંતી અને મનપાની ટીમ વચ્ચે મોટી બબાલ થઈ. દરમ્યાન ચેતનકાંતીએ મુખ્યમંત્રી સાથે સંબંધ હોવાની ધમકી ઉચ્ચાર્યા બાદ અચાનક દબાણ હટાવોની ઝુંબેશ બંધ પડી.

એવું માનવામાં આવે છે કે ચેતન કાંતી ફળદુ દ્વારા ઓળખાણનું પ્રેશર ઉભું કરાતા આખરે દબાણ કામગીરી બંધ કરવામાં આવી. મોટા માથા સામે તંત્ર દ્વારા રૂકજાવનો રસ્તો અપનાવતા આખરે મનપા દ્વારા દબાણ દૂર કરવાની ઝુંબેશ હાલમાં સ્થગતિ કરવામાં આવી. દબાણ કામગીરી બંધ થતા મનપાની કામગીરી સામે લોકોમાં રોષ ફેલાયો છે. એકબાજુ સરકારી અધિકારીઓ કામો કરે છે ત્યારે તેમની કામગીરી અટકાવવા મોટી ઓળખાણોનો ઉપયોગ કરી સામાન્ય લોકોના કામો પર દબાણો લાવતા તેમની ઇચ્છાઓ પર બુલડોઝર ફેરવી દેવામાં આવે છે.

ચોમાસા દરમ્યાન જળહોનારતના પાણી કાળવાના વોકળામાં ભરાતા હોય છે. પાણી ભરાતા મચ્છરના ઉપદ્રવ જેવી મોટી સમસ્યા સર્જાય છે ત્યારે તંત્ર દ્વારા વોકળા દૂર કરવામાં આવે છે. ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં વોકળા જોવા મળે છે. અને તેમાં વરસાદી પાણી ભરાતા આસપાસના સ્થાનિકો માટે મોટી સમસ્યા સર્જાય છે. આથી જ તંત્ર દ્વારા વોકળા સાફ કરવાની કામગીરી હાથ ધરાય છે. પરંતુ કયારેક વોકળા પર બિલ્ડરો દ્વારા દબાણ કરવામાં આવ્યા છે જે દૂર કરવાને લઈને દબાણકર્તાઓ અને મનપાની ટીમ વચ્ચે મોટો સંઘર્ષ થાય છે. જૂનાગઢના દાણાપીઠ વિસ્તારમાં હાલમાં વોકળાના દબાણ દૂર કરવાને લઈને મોટી બબાલ થઈ છે. હાલમાં દબાણ દૂર હટાવાની કામગીરી સ્થગિત છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ 

આ પણ વાંચોઃ Anatn-Radhika Pre-Wedding Function/જરદોશી વર્કની ચાંદીની સાડી અને હીરાના Necklessમાં નીતા અંબાણીનો ‘જાજરમાન’ Look

આ પણ વાંચોઃ