અમરનાથા યાત્રા/ અમરનાથમાં વાદળ ફાટવાની ઘટનામાં અનેક ગુજરાતી યાત્રીઓ અટવાયા, અનેક પરત રવાના

અરવલ્લી જિલ્લામાં થી પણ ઘણા નાગરિકો અમરનાથમાં વાદળ ફાટવાની ઘટનામાં ફસાયા હોવાની માહિતી સામે આવી છે. જેમાં વહીવટી તંત્રએ હેલ્પલાઇન નંબર જાહેર કર્યા છે. અને જણાવ્યુ છે કે ….

Top Stories Gujarat Others
devshayani 9 અમરનાથમાં વાદળ ફાટવાની ઘટનામાં અનેક ગુજરાતી યાત્રીઓ અટવાયા, અનેક પરત રવાના

અમરનાથ યાત્રામાં વાદળ ફાટવાની ઘટનાને લઈ અનેક યાત્રીઓ ફસાયા છે. તો અનેક યાત્રીઓના આ દુર્ઘટનામાં મોત થયા છે. ત્યારે  આ દુર્ઘટના થી અનેક ગુજરાતી પરિવારોના જીવ પણ પડિકે બંધાયા હતા. ખાસ કરીને જેમના ના સ્વજનો અમરનાથની યાત્રાએ ગયા હતા. તે પરિવાર જનો સતત તેમના સ્વજનોનો સંપર્ક કરવા માટે પ્રયાસ કરી રહ્યા હતા. જો કે હાલની પરિસ્થિતિને ધ્યાને રાખીને યાત્રા બંધ કરવામાં આવી છે.

હળવદ 

ત્યારે ગુજરાતનાં કેટલાક જીલ્લામાંથી ગયેલા યાત્રીઓની વિવિધ માહિતી સામે આવી રહી છે. જેમાં હળવદના ચાર યુવાનો અમરનાથ યાત્રા માટે નીકળ્યા હતા. અને વાદળ ફાટવાની ઘટના માં આ યુવાનો સંપર્ક વિહોણા બન્યા હતા. જેને લઈ પરિવારજનો ચિંતીત બન્યા હતા. ચાર યુવાન પૈકી ત્રણ યુવાન લાપતા થયા હતા. જો કે ચારેય યુવાનો ભેગા થઇ આર્મી કેમ્પમાં રોકાયાની માહિતી સામે આવી છે. અને આ યુવાનોએ પરિવારને વીડિયો મોકલ્યો છે. હાલ ચારેય મિત્રો ભેગા થયા આર્મી કેમ્પમા રોકાયા છે.અને આજે હળવદ આવા રવાના થશે.

અરવલ્લી 

અરવલ્લી જિલ્લામાં થી પણ ઘણા નાગરિકો અમરનાથમાં વાદળ ફાટવાની ઘટનામાં ફસાયા હોવાની માહિતી સામે આવી છે. જેમાં વહીવટી તંત્રએ હેલ્પલાઇન નંબર જાહેર કર્યા છે. જીલ્લા વહીવટી તંત્રના જણાવ્યા અનુસાર જિલ્લાના 30 યાત્રિકો સહી સલામત છે. ભિલોડા, મેઘરજ, ધનસુરાના 10 યાત્રાળુ સુરક્ષિત છે. જ્યારે મોડાસા અને પહાડપુરના 20 યાત્રિકો હજુ રસ્તામાં છે. અને તેઓ પણ સુરક્ષિત હોવાનું જણાવ્યુ હતું. અરવલ્લી એડિશનલ કલેક્ટરે આ અંગે માહિતી આપી હતી.

સાબરકાંઠા 

સાબરકાંઠા જિલ્લામાંથી પણ અનેક શ્રદ્ધાળુઓ અમરનાથ યાત્રામાં વાદળ ફાટવાની ઘટનામાં ફસાયા હતા.  જો કે જિલ્લા વહીવટી તંત્રના જણાવ્યા અનુસાર જિલ્લાના તમામ શ્રદ્ધાળુઓ અન્ય જગ્યાએ સુરક્ષિત છે. પરિવારજનો ચિંતા ના કરે માટે વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો. આ યાત્રાળુઓ 1 જુલાઈ અમરનાથ યાત્રા માટે નીકળ્યા હતા . જેમાં સાબરકાંઠા જિલ્લાના 19 શ્રદ્ધાળુઓ અને તેમની સાથે અરવલ્લી જિલ્લાના 4 શ્રદ્ધાળુઓ પણ સામેલ છે.

જામનગર 

અમરનાથ યાત્રામાં વાદળ ફાટતાની ઘટનામાં જામનગરના 20 યાત્રિકો ફસાયા હોવાનું જાણવા મળ્યું હતું. પરંતુ હાલ તેઓ સહી સલામત છે. જામનગર ઉપરાંત દ્વારકા જિલ્લાના યાત્રિકોનો પણ સમાવેશ થાય છે. તેમને સંગમ ઘાટી પાસે જ રોકી દેવામાં આવ્યા હતા .

સુરત

સુરત જીલ્લામાંથી અમરનાથ યાત્રાએ ગયેલા શ્રદ્ધાળુઓનાં પરિવારજનો તબાહીનાં સમાચાર મળતા ચિંતિત થઇ ગયા છે. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ 9 જીલ્લામાંથી 85 જેટલા લોકો અલગ અલગ વિસ્તારમાંથી યાત્રાએ ગયા હતા. જેમાં શહેર અને જિલ્લામાંથી કુલ 4 જેટલી બસ શ્રીનગર(Srinagar) પહોંચી હતી. જો કે વાદળ ફાટવાની ઘટનાના સમાચાર મળતા આ તમામ લોકોને શ્રીનગર પાસે જ અટકાવી દેવામાં આવ્યા છે.

શ્રીલંકા/ નૌકાદળના જહાજ પર મોટી સૂટકેસ લઈને ભાગી રહેલા એક વ્યક્તિનો વીડિયો વાયરલ, રાષ્ટ્રપતિ ભાગી ગયા હોવાનો દાવો