હેલીકોપ્ટર દુર્ઘટના/ તમિલનાડુમાં આર્મીનું હેલિકોપ્ટર ક્રેશ, જાણો કોણ-કોણ હતા સવાર ?

તમિલનાડુથી એક સૌથી ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. તમિલનાડુનાં કુન્નુરમાં આર્મીનું હેલિકોપ્ટર ક્રેશ થયું છે. કહેવામાં આવી રહ્યું છે કે તેમાં CDS બિપિન રાવત પણ તેમા હાજર હતા.

Top Stories India
CDS બિપિન રાવત અને હેલિકોપ્ટર ક્રેશ
  • તમિલનાડુનાં કુન્નૂરમાં આર્મીનું હેલિકોપ્ટર ક્રેશ
  • CDS બિપીન રાવત પણ હતા સવાર
  • ઘટના બાદ ત્રણ લોકોને કરાયા રેસ્કયુ
  • આર્મી હેલિકોપ્ટરમાં ચાર લોકો હતા સવાર

તમિલનાડુથી એક સૌથી ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. તમિલનાડુનાં કુન્નુરમાં આર્મીનું હેલિકોપ્ટર ક્રેશ થયું છે. કહેવામાં આવી રહ્યું છે કે તેમાં CDS બિપિન રાવત પણ તેમા હાજર હતા. અત્યાર સુધીમાં ત્રણ જવાનોને બચાવી લેવાયા હોવાનુ સુત્રો કહી રહ્યા છે.

આ લોકો હેલિકોપ્ટર માં  સવાર હતા તેવું  નોંધાયું છે……

DS બિપીન રાવત
મધુલિકા રાવત
બિપીન રાવત
લેફ.કર્નલ હરજિંદરસિંહ
જીતેન્દ્રકુમાર
વિવેકકુમાર
HAV સતપાલ

આ પણ વાંચો – RBI Monetary Policy 2021 / RBI એ આપ્યો સામાન્ય નાગરિકને ઝટકો, વ્યાજદરોમાં ન કર્યો કોઇ ફેરફાર

કહેવામાં આવી રહ્યું છે કે, ખરાબ હવામાનનાં કારણે આ દુર્ઘટના થઈ છે. આ હેલિકોપ્ટરમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત અને તેમની પત્ની પણ હતા. આ સિવાય તેમના પરિવારનાં સભ્યો પણ તેમાં સવાર હતા. હાલમાં સેના દ્વારા આ અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી. હેલિકોપ્ટરમાં સવાર લોકોને બચાવવા માટે ઓપરેશન ચાલુ છે. આ ચૌપરમાં 5 લોકો હતા, જેમાંથી હાલ 3 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. સમાચાર અનુસાર, બિપિન રાવત એક લેક્ચર સીરીઝમાં ભાગ લેવા જઈ રહ્યા હતા.

હાલમાં લોકોને બચાવવાનું કામ ચાલી રહ્યું છે, પરંતુ સૈન્ય સૂત્રો પાસેથી માહિતી મળી નથી કે કયા લોકોને બચાવવામાં આવ્યા છે. સમાચાર એજન્સી PTI નાં અહેવાલ મુજબ, ચૌપર તમિલનાડુનાં વેલિંગ્ટન સ્થિત ડિફેન્સ સર્વિસ કોલેજ જઈ રહ્યુ હતુ. તે દરમિયાન આ અકસ્માત થયો હતો. હેલિકોપ્ટર ક્રેશ થયા બાદ ભારે આગ ફાટી નીકળી હતી. કહેવામાં આવી રહ્યું છે કે, ધુમ્મસનાં કારણે આ દુર્ઘટના બની હતી. જે વિસ્તારમાં હેલિકોપ્ટર પડ્યું તે જંગલ વિસ્તાર છે.