શું આ કોઈ ચમત્કાર?/ હનુમાન મંદિર પર પડી વીજળી, દીવાલો થઈ ધરાશાયી પણ મૂર્તિ હેમખેમ

હનુમાન મંદિર પર વીજળી પડવાની ઘટના સામે આવી છે. વીજળી પડવાથી હનુમાન મંદિરનો એક ભાગ પણ ધરાશાયી થયો છે.

India Trending
Beginners guide to 11 હનુમાન મંદિર પર પડી વીજળી, દીવાલો થઈ ધરાશાયી પણ મૂર્તિ હેમખેમ

સબ સુખ લહૈ તુમ્હારી સરના, તુમ રક્ષક કાહૂ કો ડરના….હનુમાન ચાલીસાનો આ દોહા ગુરુવારે હનુમાન ભક્તો સાથે સાકાર થયું. વાસ્તવમાં મહારાષ્ટ્રના ધુલે જિલ્લાના શિરપુર તાલુકામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં ભોયટી ગામમાં હાજર હનુમાનજીના મંદિર પર વીજળી પડી હતી. વીજળી પડવાથી મંદિરના અમુક ભાગને નુકસાન થયું હતું પરંતુ મંદિરમાં હાજર બજરંગબલીની પ્રતિમા સહિત કોઈપણ પ્રતિમા પર એક પણ ક્ષતિ નથી. સાથે જ મંદિરની આજુબાજુ રહેતા લોકોને કોઈપણ પ્રકારનું નુકશાન થયું નથી. ગામના વડાએ આ ઘટના અંગે વહીવટીતંત્રને જાણ કરી છે.

saamtv%2F2023 09%2Fac690c47 f204 407a a087 હનુમાન મંદિર પર પડી વીજળી, દીવાલો થઈ ધરાશાયી પણ મૂર્તિ હેમખેમ

ગામની વચ્ચે હનુમાન મંદિર આવેલું છે.

ગુરુવારે સાંજે પાંચ વાગ્યાના સુમારે ભોયટી ગામની વચ્ચે આવેલા મંદિરમાં જોરદાર અવાજ સાથે વીજળી પડી હતી. વીજળીની તીવ્રતા એટલી વધારે હતી કે આખા મંદિરને નુકસાન થયું હતું પરંતુ મંદિરમાં સ્થાપિત બજરંગબલીની પ્રતિમા સહિતની એક પણ મૂર્તિને ક્ષતિ પણ આવી ન હતી.

આ ઘટના કોઈ ચમત્કારથી ઓછી નથી

જોરદાર ધમાકા સાથે મંદિરનો કાટમાળ પરિસરમાં વિખરાઈ ગયો. ગામલોકોએ જણાવ્યું કે મંદિરમાં જોરદાર અવાજ સાથે વીજળી પડી અને મંદિરનો વચ્ચેનો ભાગ તૂટી પડ્યો. મંદિરનો કાટમાળ પરિસરમાં ફેલાઈ ગયો. જ્યારે વીજળીથી પ્રતિમાને નુકસાન ન થતા લોકો તેને હનુમાનજીનો ચમત્કાર માની રહ્યા છે. વીજળી પડતાં પ્રતિમાને આગ ન લાગી તે ગામમાં ચર્ચાનો વિષય બન્યો છે.

આ પણ વાંચો:સનાતન ધર્મ વિરુદ્ધના નિવેદનથી નારાજ વિશ્વ હિન્દુ પરિષદ, કાશીમાં બોલાવી મોટી બેઠક

આ પણ વાંચો:સનાતન ધર્મ વિવાદ પર પહેલીવાર બોલ્યા PM મોદી – ‘ઉધયનીધિના નિવેદનનો યોગ્ય જવાબ…’

આ પણ વાંચો:નવા સંસદ ભવનમાં યોજાશે વિશેષ સત્ર, અહીં જાણો શું હશે સંપૂર્ણ શિડ્યુલ

આ પણ વાંચો:પટના યુનિવર્સિટીમાં એક કાર્યક્રમ દરમિયાન લપસી પડ્યા નીતીશ કુમાર અને…