ગુજરાતમાં હાલ સાળંગપુર હનુમાનજી મંદિરમાં લાગેલા ભીંતચિત્રને લઈને વિવાદ ચાલી રહ્યો છે. તાજેતરમાં લાગતું હતું કે આ વિવાદ શમી થયો છે. પરંતુ આવું નથી આ વિવાદ દિવસેને દિવસે વકરી રહ્યો છે. ભીંતચિત્રોતો હટાવી લેવામાં આવ્યા છે.પરંતુ હનુમાનજી લગાવામાં આવેલ તિલક હજુ પણ હટાવાયો નથી તેના કારણે હાલ તિલક હટાવાની માગ ઉઠી રહી છે.હજુ સાળંગપુર વિવાદને લઈ સાધુ સંતોમાં રોષ યથાવત છે.
આ વિવાદ અંગે દલસુખરામે જણાવ્યું છે કે સાળંગપુર વિવાદનો અંત આવ્યો નથી. સાળંગપુરમાં હનુમાનજીના તિલકને હટાવવાની સાથે પુસ્તકો કે અન્ય જગ્યાએથી વિવાદાસ્પદ લખાણ હટાવવાની માગ કરવામાં આવી છે.
સાળંગપુર વિવાદ અંગે મોરબીના હળવદના નકલંક ગુરુધામ મહંતની પ્રતિક્રિયા સામે આવી છે. સાળંગપુર વિવાદનો કોઈ અંત નથી અને સંતોને સંતોષ નથી. આ ઉપરાંત સાળંગપુરમાં હનુમાનજીનું તિલક કાઢવાનું પણ નિવેદન આપવામાં આવ્યું છે. ગુરુધામ શક્તિનગરના મહંત દલસુખરામ મહારાજે માંગણી કરી છે કે સાળંગપુરમાં પુસ્તકો કે અન્ય જગ્યાએ સાહિત્ય હોય તો તેને દૂર કરવામાં આવે.
શું હતો સમગ્ર વિવાદ
સાળંગપુરમાં હનુમાનજીની વિશાળ પ્રતિમા નીચે કેટલાક ભીંતચિત્રો લગાવવામાં આવ્યા હતા. જેમાં હનુમાનજીને દાસ તરીકે પ્રસ્તૃત કરવામાં આવ્યા હતા. આ ભીંતચિત્રોને લઇને સોશિયલમાં મીડિયામાં પોસ્ટ ફરતી થઇ હતી. વિવાદિત ભીંતચિત્રોને લઇને સનાતન ધર્મના સંતો, મહંતો અને સાધુઓ નારાજ થયા હતા. સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોને આ ભીંતચિત્રો ત્વરિત ધોરણે હટાવવામાં આવે માટે પણ જણાવવામાં આવ્યું હતું. આ ભીંતચિત્રોની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં હનુમાનજીના ભક્તો લાલઘુમ થઈ ગયા છે. ભીંતચિત્રોમાં હનુમાનજી મહારાજને સ્વામિનારાયણ ભગવાનના દાસ દર્શાવવામાં આવતા વિવાદ સર્જાયો છે.
આ પણ વાંચો:અમદાવાદથી સુરત જતા પરિવારને નડ્યો અકસ્માત, સાસુ અને વહુનું ઘટના સ્થળે જ મોત
આ પણ વાંચો:ભાવનગરમાં ઘર પાસે રમતા પાંચ વર્ષના બાળકનું કરુણ મોત, જાણો કેવી રીતે ગયો માસૂમનો જીવ
આ પણ વાંચો:લાંબા વિરામ બાદ ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી, ભારે વરસાદની આગાહી
આ પણ વાંચો:તાપીમાં મોટા વિરામ બાદ વરસાદની ધમાકેદાર એન્ટ્રી થતા ખેડૂતોમાં આનંદની લાગણી