Not Set/ મિસાઈલ ડીફેન્સ: રશિયા સાથેની ડીલ રોકવા અમેરિકા આપી શકે છે ભારતને ઓફર

રશિયા સાથે લગભગ 39 હજાર કરોડ રૂપિયાના એસ-400નો સોદો રોકવા માટે અમેરિકા ભારતને સસ્તા ભાવે બેલેસ્ટિક મિસાઈલ ડીફેન્સ સીસ્ટમ ખરીદવા માટે મનાવવાની કોશિશ કરી શકે છે. મહત્વનું છે કે 6 જુલાઈના રોજ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ અને રક્ષામંત્રી નિર્મલા સીતારમણ અમેરિકાના વોશીન્ગ્ટન જશે. જ્યાં તેઓ ઇન્ડો-યુએસ 2+2 ડાયલોગમાં ભાગ લેશે. આ દરમિયાન એ વાતની પ્રબળ […]

Top Stories India World
1051640405 મિસાઈલ ડીફેન્સ: રશિયા સાથેની ડીલ રોકવા અમેરિકા આપી શકે છે ભારતને ઓફર

રશિયા સાથે લગભગ 39 હજાર કરોડ રૂપિયાના એસ-400નો સોદો રોકવા માટે અમેરિકા ભારતને સસ્તા ભાવે બેલેસ્ટિક મિસાઈલ ડીફેન્સ સીસ્ટમ ખરીદવા માટે મનાવવાની કોશિશ કરી શકે છે.

મહત્વનું છે કે 6 જુલાઈના રોજ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ અને રક્ષામંત્રી નિર્મલા સીતારમણ અમેરિકાના વોશીન્ગ્ટન જશે. જ્યાં તેઓ ઇન્ડો-યુએસ 2+2 ડાયલોગમાં ભાગ લેશે.

S 400 missile defense system russia artic મિસાઈલ ડીફેન્સ: રશિયા સાથેની ડીલ રોકવા અમેરિકા આપી શકે છે ભારતને ઓફર

આ દરમિયાન એ વાતની પ્રબળ સંભાવના છે કે ટર્મિનલ હાઈ અલ્ટીટ્યુડ એરિયા ડીફેન્સ(THAAD) સીસ્ટમ બાબતે વાત-ચીત થશે. આ એક એવી મિસાઈલ સીસ્ટમ છે જે લોંગ રેંજ મિસાઈલના હુમલાને રોકવામાં પ્રભાવી છે.

બીજી તરફ રશિયાની એસ-400 મિસાઈલ ડીફેન્સ સીસ્ટમ મોટા હવાઈ હુમલાઓ, ખાસ કરીને એફ-18 અને એફ-35 જેવા લડાકુ વિમાનો દ્વારા થતા હુમલાઓ રોકવામાં કારગર છે. રશિયામાં બનેલા એસ-400ના નવા વર્ઝનથી પણ લોંગ રેંજ હુમલાઓને રોકી શકાય છે. પરંતુ એ પણ નક્કી કરવું રહ્યું કે ઇન્ટરમીડીયેટ અને ઇન્ટરકોન્ટીનેન્ટલ બેલેસ્ટિક મિસાઈલ સામે અમેરિકી THAAD થી વધારે પ્રભાવી છે કે કેમ.

image મિસાઈલ ડીફેન્સ: રશિયા સાથેની ડીલ રોકવા અમેરિકા આપી શકે છે ભારતને ઓફર

રશિયા સાથેનો આ સોદો લગભગ 39 હજાર કરોડનો થઇ શકે છે. અને આ સોદાને રોકવા માટે ટ્રમ્પ પ્રશાસન સક્રિય થઇ ગયું છે. આ સોદો અમેરિકા માટે રાજનીતીક રૂપથી ઘણો સંવેદનશીલ થઇ ગયો છે. અમેરિકી કોંગ્રેસમાં ચર્ચા થઇ રહી છે જેનો હેતુ અમેરિકી રક્ષા કંપનીઓ પર પ્રતિબંધ લગાવવાનો છે. આટલુજ નહિ, આ કપનીઓ પાસેથી ખરીદી કરવાવાળી બીજા દેશોની કંપનીઓને પણ આ પ્રતિબંધમાં શામેલ કરવાનો પ્રસ્તાવ છે.

terminal high altitude area defense THAAD interceptors મિસાઈલ ડીફેન્સ: રશિયા સાથેની ડીલ રોકવા અમેરિકા આપી શકે છે ભારતને ઓફર

ટ્રમ્પ પ્રશાસને ભારત જેવા દેશોને રાહત આપવાની પણ ઓફર કરી છે, શરત એ છે કે રશિયા પાસેથી હથિયાર ખરીદવાની નિર્ભરતા ઘટાડવામાં આવે.