Not Set/ ભારતના માથેથી હટ્યું દુનિયાનો સૌથી ગરીબ દેશ હોવાનું લેબલ, સ્ટડીમાં સામે આવ્યા આ આંકડા

નવી દિલ્હી, દુનિયાભરમાં આપણા ભારત દેશની ગણના એક ગરીબ દેશ તરીકે કરવામાં આવે છે. ભારતમાં અંદાજે ૩૦ કરોડથી પણ વધુ લોકો ગરીબ છે જેઓ પોતાના માટે જરૂરી બે સમયનું ભોજન પણ મેળવી શકતા નથી. જો કે હવે આ વચ્ચે એક સ્ટડી બાદ માહિતી સામે આવી છે જેમાં ભારત માટે ખુશીના સમાચાર આવ્યા છે. સામાન્ય રીતે […]

Top Stories India Trending
poverty ભારતના માથેથી હટ્યું દુનિયાનો સૌથી ગરીબ દેશ હોવાનું લેબલ, સ્ટડીમાં સામે આવ્યા આ આંકડા

નવી દિલ્હી,

દુનિયાભરમાં આપણા ભારત દેશની ગણના એક ગરીબ દેશ તરીકે કરવામાં આવે છે. ભારતમાં અંદાજે ૩૦ કરોડથી પણ વધુ લોકો ગરીબ છે જેઓ પોતાના માટે જરૂરી બે સમયનું ભોજન પણ મેળવી શકતા નથી. જો કે હવે આ વચ્ચે એક સ્ટડી બાદ માહિતી સામે આવી છે જેમાં ભારત માટે ખુશીના સમાચાર આવ્યા છે.

સામાન્ય રીતે તમને એક ગરીબી અંગેની માહિતી વાંચવા માટે જેટલો સમય લાગે છે, તેના કરતા ભારતની ભીષણ ગરીબી માંથી લોકો બહાર આવી રહ્યા છે. એક તબક્કે આ વાત જાણીને તમે ચોકી શકો છો, પરંતુ આ એક અભ્યાસ દ્વારા સામે આવેલુ તથ્ય છે.

એક મિનિટમાં ૪૪ ભારતીય લોકો ગરીબીમાંથી આવી રહ્યા છે બહાર

હકીકતમાં, બ્રુકિન્ગ્સના “ફ્યુચર ડેવલોપમેન્ટ બ્લોગ“માં પ્રકાશિત કરવામાં આવેલી સ્ટડીમાં આ માહિતી સામે આવી છે. આ સ્ટડી મુજબ, દરેક એક મિનિટમાં ૪૪ ભારતીય લોકો ભીષણ ગરીબીની શ્રેણીમાંથી બહાર આવી રહ્યા છે, જે દુનિયામાં ગરીબી ઘટવાનું સૌથી ઝડપી છે.

આ સ્ટડી મુજબ, દુનિયામાં સૌથી વધુ ગરીબ વસ્તીવાળા દેશોમાં ભારતે પોતાના પરથી આ પડદો હટાવી દીધી છે અને મે ૨૦૧૮માં નાઈજીરિયાએ આ સ્થાન મેળવ્યું છે. બીજી બાજુ આ ઝડપ યથાવત રહેશે ત્યારે  ભારત આ યાદીમાં એક સ્થાન ઘટીને ત્રીજા ક્રમાંકે આવી જશે અને ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોન્ગો તેની જગ્યા લેશે.

બ્રુકિન્ગ્સના એક બ્લોગમાં પ્રકાશિત કરાયેલા એક રિપોર્ટ મુજબ, સૌથી વધુ ગરીબીના દાયરામાં એ લોકો આવે છે તેઓ પાસે જીવન જીવવા માટે રોજના ૧૨૫ રૂપિયા (૧.૯ ડોલર) હોતા નથી.

આ સ્ટડી અનુસાર, વર્ષ ૨૦૨૨ સુધી ૩ ટકાથી ઓછા ભારતીયો રહી જશે, જયારે ૨૦૩૦ સુધીમાં દેશમાં ભીષણ ગરીબી પૂરી રીતે સમાપ્ત થઇ જશે.

બ્રુકિન્ગ્સના “ફ્યુચર ડેવલોપમેન્ટ બ્લોગ”માં પ્રકાશિત કરવામાં આવેલી સ્ટડીમાં સામે આવેલા આંકડા મુજબ, “મે ૨૦૧૮ના અંત સુધીમાં ભારતના ૭ કરોડ ૩૦ લાખ અત્યંત ગરીબ વસ્તીની સામે નાઈજીરિયામાં આ આંકડો ૮ કરોડ ૭૦ લાખ છે.

એક બાજુ જ્યાં નાઈજીરિયામાં દર મિનિટે ૬ લોકો ભીષણ ગરીબીમાં ચપેટમાં આવી રહ્યા છે જયારે બીજી બાજુ ભારતમાં આ સંખ્યા સતત ઘટી રહી છે.

ગરીબી ઘટવાનું મુખ્ય કારણ છે ઝડપી વૃદ્ધિ 

આ સ્ટડી પ્રમાણે દક્ષિણ એશિયા, પૂર્વ એશિયા અને પ્રશાંત ક્ષેત્રના દેશોમાં ઝડપથી ગરીબી ઘટવાના પુરાવા સામે આવી રહ્યા છે અને તેનું મુખ્ય કારણ ભારત, ઇન્ડોનેશિયા, બાંગ્લાદેશ, ફિલિપાઇન્સ, ચીન અને પાકિસ્તાન જેવા દેશોના દરેક વ્યક્તિની આવકમાં થયેલી ઝડપી વૃદ્ધિ છે.

વર્લ્ડ બેન્કના મતે ૨૦૦૪ થી ૨૦૧૧ની વચ્ચે ભારતમાં ગરીબી કુલ વસતીના ૩૮.૯ ટકાથી ઘટીને ૨૧.૨ ટકા થઇ ગઇ હતી.

આ સ્ટડીમાં જણાવવામાં આવ્યું છે કે, દુનિયાના સૌથી ભીષણ ગરીબ લોકોની ૨/૩ વસ્તી આફ્રિકામાં રહે છે. અભ્યાસના આંકડા બાદ પણ આ જ હાલ રહ્યા તો પ્રતિ ૧૦ લોકોમાંથી ૯ ગરીબ જ રહેશે. બીજી બાજુ આ રિપોર્ટમાં એ પણ જણાવ્યું છે કે, દુનિયાના જે ૧૮ દેશોમાં ભીષણ ગરીબી વધી રહી છે એમાં ૧૪ દેશો આફ્રિકાના છે.