Not Set/ ચોથી ટેસ્ટમાં ભારતની હાર બાદ પણ કેપ્ટન કોહલીએ બનાવ્યો આ વર્લ્ડ રેકોર્ડ

સાઉથમ્પ્ટન, સાઉથમ્પ્ટન ખાતે ભારત અને ઈંગ્લેંડ વચ્ચે રમાયેલી ચોથી મેચમાં ટીમ ઇન્ડિયાનો ૬૦ રને પરાજય થયો છે. યજમાન ટીમ ઈંગ્લેંડ દ્વારા આપવામાં આવેલા ૨૪૫ રનના ટાર્ગેટ સામે ભારત ૧૮૪ રન જ બનાવી શક્યું હતું. આ સાથે જ ભારતીય ટીમે શ્રેણી ૧-૩થી ગુમાવી દીધી છે, પરંતુ ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ એક વર્લ્ડ રેકોર્ડ બનાવવામાં સફળતા મેળવી છે. […]

Trending Sports
p4ag3vf8 virat kohli trent bridge ton 08 2018 ચોથી ટેસ્ટમાં ભારતની હાર બાદ પણ કેપ્ટન કોહલીએ બનાવ્યો આ વર્લ્ડ રેકોર્ડ

સાઉથમ્પ્ટન,

સાઉથમ્પ્ટન ખાતે ભારત અને ઈંગ્લેંડ વચ્ચે રમાયેલી ચોથી મેચમાં ટીમ ઇન્ડિયાનો ૬૦ રને પરાજય થયો છે. યજમાન ટીમ ઈંગ્લેંડ દ્વારા આપવામાં આવેલા ૨૪૫ રનના ટાર્ગેટ સામે ભારત ૧૮૪ રન જ બનાવી શક્યું હતું. આ સાથે જ ભારતીય ટીમે શ્રેણી ૧-૩થી ગુમાવી દીધી છે, પરંતુ ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ એક વર્લ્ડ રેકોર્ડ બનાવવામાં સફળતા મેળવી છે.

DmF8dQYW4AERYx9 1 ચોથી ટેસ્ટમાં ભારતની હાર બાદ પણ કેપ્ટન કોહલીએ બનાવ્યો આ વર્લ્ડ રેકોર્ડ

વિરાટ કોહલીએ કેપ્ટન તરીકે સૌથી ઝડપી ૪૦૦૦ રન બનાવવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. કોહલીએ ૪૦૦૦ રન ૩૯ ટેસ્ટ મેચની ૬૫ ઇનિંગ્સમાં પૂર્ણ કર્યા છે અને બ્રાઇન લારાને પાછા પાછળ છોડ્યા છે.

image 20130314105957 ચોથી ટેસ્ટમાં ભારતની હાર બાદ પણ કેપ્ટન કોહલીએ બનાવ્યો આ વર્લ્ડ રેકોર્ડ
sports-india-lost-test-series-fourth test-england-captain-virat-kohli-hit-world-records

આ પહેલા બ્રાઇન લારાએ કેપ્ટન તરીકે ૭૧ ઇનિંગ્સ માં સૌથી ઝડપી ૪૦૦૦ રન બનાવ્યા હતા.

દુનિયાના નંબર એક બેટ્સમેન કોહલીએ બીજી ઇનિંગ્સમાં ૧૪ રન કરવાની સાથે જ આ ટેસ્ટ શ્રેણીમાં ૫૦૦ રન પુરા કર્યા હતા. અત્યારસુધીમાં વિરાટ કોહલી ૪ મેચોમાં ૫૪૪ રન બનાવી ચુક્યો છે.

Dl7UODuWwAEhYkl ચોથી ટેસ્ટમાં ભારતની હાર બાદ પણ કેપ્ટન કોહલીએ બનાવ્યો આ વર્લ્ડ રેકોર્ડ
https://api.mantavyanews.insports-india-lost-test-series-fourth test-england-captain-virat-kohli-hit-world-records,

આ સાથે જ કોઈ પણ એશિયાની ટીમ તરફથી કોહલી કેપ્ટન તરીકે ઈંગ્લેંડની ધરતી પર ૫૦૦થી વધુ રન બનાવનાર  પ્રથમ કેપ્ટન બની ગયો છે.