Not Set/ હવામાન રિપોર્ટ : હજુ બે અઠવાડિયા ચોમાસુ રહેશે યથાવત, આ વર્ષે આ રાજ્યો સિવાય આખા દેશમાં સામાન્ય વરસાદ

આ વર્ષે દક્ષિણ પશ્ચિમ ચોમાસુના ત્રણ મહિના દરમ્યાન આખા દેશના આઠ સિવાય બીજા અન્ય રાજ્યોમાં વરસાદનું પ્રમાણ સામાન્ય છે. વરસાદની ગેરહાજરીવાળા રાજ્યોમાં હરિયાણા, પશ્ચિમ બંગાળ અને  પૂર્વોત્તરના ચાર રાજ્યોનો  પણ સમાવેશ થાય છે તો બીજી તરફ કેરળમાં સામાન્યથી વધારે  વરસાદ થયો છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આ વર્ષે 1 જૂનથી 1 સપ્ટેમ્બર સુધીમાં દેશભરમાં સામાન્ય […]

Top Stories Trending
Heavy Rainfall હવામાન રિપોર્ટ : હજુ બે અઠવાડિયા ચોમાસુ રહેશે યથાવત, આ વર્ષે આ રાજ્યો સિવાય આખા દેશમાં સામાન્ય વરસાદ

આ વર્ષે દક્ષિણ પશ્ચિમ ચોમાસુના ત્રણ મહિના દરમ્યાન આખા દેશના આઠ સિવાય બીજા અન્ય રાજ્યોમાં વરસાદનું પ્રમાણ સામાન્ય છે. વરસાદની ગેરહાજરીવાળા રાજ્યોમાં હરિયાણા, પશ્ચિમ બંગાળ અને  પૂર્વોત્તરના ચાર રાજ્યોનો  પણ સમાવેશ થાય છે તો બીજી તરફ કેરળમાં સામાન્યથી વધારે  વરસાદ થયો છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આ વર્ષે 1 જૂનથી 1 સપ્ટેમ્બર સુધીમાં દેશભરમાં સામાન્ય વરસાદથી 6 ઓછો વરસાદ નોંધાયો છે. આ સમય દરમ્યાન 721.1 મિમીનું વરસાદના સ્તર ધારવામાં આવ્યું હતું પણ ખરેખર 676.6 મિમી વરસાદ જ થયો છે. વિભાગની માહિતી પ્રમાણે  હરિયાણા, ઝારખંડ , લક્ષદીપ અને પશ્ચિમ બંગાળ ઉપરાંત પૂર્વોત્તર રાજ્ય મેઘાલય, અસમ , મણિપુર અને અરુણાચલ પરદેશમાં ખુબ જ ઓછો વરસાદ પડ્યો છે.

આ રાજ્યોમાં આટલા ટકા વરસાદ પડ્યો

ઓરિસ્સામાં 12 ટકા,

સિક્કિમમાં 11 ટકા,

તેલંગાણામાં 10 ટકા,

જમ્મુ કાશ્મીરમાં 8 ટકા,

મિઝોરમમાં 7 ટકા,

મહારાષ્ટ્ર અને છત્તીસગઢમાં 3 ટકા અને કર્ણાટકમાં 2 ટકા વધારે વરસાદ થયો છે.

ચોંકાવનારી વાત તો એ છે કે  સૌથી વધારે વરસાદ માટે વિખ્યાત રાજ્ય મેઘાલય અને મણિપુરમાં સૌથી ઓછો વરસાદ નોંધાયો છે. મણિપુરમાં સામાન્યથી 53 ટકા અને મેઘાલયમાં 42 ટકા ઓછો વરસાદ નોંધાયો છે.

આ રાજ્યોમાં આટલા ટકા વરસાદ પડ્યો

લક્ષદીપમાં સામાન્ય સ્તરથી 43 ટકા,

અરુણાચલ પરદેશમાં 35 ટકા,

હરિયાણામાં 25 ટકા,

ઝારખંડ અને અસમમાં 23 ટકા અને પશ્ચિમ બંગાળમાં 20 ટકા ઓછો વરસાદ થયો છે.