Not Set/ અયોધ્યામાં જ જલ્દીથી બને રામ મંદિર, પરંતુ કોંગ્રેસ નાખી રહી છે રોડા : અમિત શાહ

નવી દિલ્હી, ૨૦૧૯માં યોજાનારી ચુંટણી પહેલા વર્ષોથી લંબિત રહેલા રામ મંદિરના નિર્માણ મુદ્દે હવે સિયાસી પારો ખુબ આગળ વધ્યો છે. આ વિવાદને લઈ સામે નેતાઓ – મહંતો કે સંગઠનના આગેવાનો દ્વારા કરવામાં આવી રહેલી નિવેદનબાજી વચ્ચે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની એક પ્રતિક્રિયા સામે આવી છે. અમિત શાહે રામ મંદિર અંગે કહ્યું, “ભારતીય જનતા પાર્ટી […]

Top Stories India Trending
amit shah અયોધ્યામાં જ જલ્દીથી બને રામ મંદિર, પરંતુ કોંગ્રેસ નાખી રહી છે રોડા : અમિત શાહ

નવી દિલ્હી,

૨૦૧૯માં યોજાનારી ચુંટણી પહેલા વર્ષોથી લંબિત રહેલા રામ મંદિરના નિર્માણ મુદ્દે હવે સિયાસી પારો ખુબ આગળ વધ્યો છે. આ વિવાદને લઈ સામે નેતાઓ – મહંતો કે સંગઠનના આગેવાનો દ્વારા કરવામાં આવી રહેલી નિવેદનબાજી વચ્ચે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની એક પ્રતિક્રિયા સામે આવી છે.

અમિત શાહે રામ મંદિર અંગે કહ્યું, “ભારતીય જનતા પાર્ટી ઈચ્છી રહી છે કે, જલ્દી એજ સ્થાન (અયોધ્યા રામજન્મભૂમિ) પર જ ભવ્ય રામ મંદિરનું નિર્માણ થાય અને એમાં કોઈ દુવિધા નથી”.

તેઓએ વધુમાં કહ્યું, “અમે પ્રયાસ કરી રહ્યા છે કે, સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલા કેસની ઝડપથી સુનાવણી હાથ ધરવામાં આવે, પરંતુ કોંગ્રેસ આ મામલે પણ રોડા માખીને આ કામ અટકાવવા માંગે છે”.

ભાજપના ચાણક્ય એવા અમિત શાહે આ વાત રાજધાની દિલ્હીના રામલીલા મેદાનમાં આયોજિત પાર્ટીના રાષ્ટ્રીય અધિવેશનમાં કહી હતી.

અમિત શાહે કાર્યકર્તાઓને સંબોધતા જણાવ્યું, “લોકસભાની ચૂંટણીમાંને ઉત્તરપ્રદેશના પ્રદેશ યુનિટ સાથે અમે સંપર્કમાં છીએ. આ જોતા અમે દાવો કરીએ છીએ કે રાજ્યની કુલ ૮૦ સીટોમાંથી પાર્ટી ૭૪ બેઠકો પર વિજય મેળવશે. ૨૦૧૪ની ૭૩ સીટોમાંથી ૭૪ થશે પરંતુ તે ૭૨ થશે નહિ”.