Not Set/ જન્માષ્ટમીની  રાત્રે, ગાંધીનગરમાં માલધારીઓએ ઢોરવાડામાંથી ગાયોને ભગાડી

ગાંધીનગરમાં મધ્યરાત્રિ બાદ મુક્તિધામ પાસે આવેલા ઢોરવાડામાં પુરવામાં આવેલી 185 ગાયોને માલધારીઓનું ટોળું ભગાડી ગયું હતું. જેથી સમગ્ર ઘટના પોલીસ મથક પહોંચી હતી. ગાંધીનગરના સેક્ટર 13માં રહેતા શંભુ લલ્લુ દેસાઈ નામની વ્યક્તિ સિક્યુરિટી ગાર્ડ પાસે પહોંચી હતી. તેમજ તેમની સાથે અન્ય લોકો પણ ઢોરવાડા ગયા હતા. તેણે સિક્યુરિટીનું મોઢું દબાવીને તેની પાસેથી મોબાઇલ પડાવી લીધો […]

Top Stories Gujarat
1 gay જન્માષ્ટમીની  રાત્રે, ગાંધીનગરમાં માલધારીઓએ ઢોરવાડામાંથી ગાયોને ભગાડી

ગાંધીનગરમાં મધ્યરાત્રિ બાદ મુક્તિધામ પાસે આવેલા ઢોરવાડામાં પુરવામાં આવેલી 185 ગાયોને માલધારીઓનું ટોળું ભગાડી ગયું હતું. જેથી સમગ્ર ઘટના પોલીસ મથક પહોંચી હતી. ગાંધીનગરના સેક્ટર 13માં રહેતા શંભુ લલ્લુ દેસાઈ નામની વ્યક્તિ સિક્યુરિટી ગાર્ડ પાસે પહોંચી હતી. તેમજ તેમની સાથે અન્ય લોકો પણ ઢોરવાડા ગયા હતા. તેણે સિક્યુરિટીનું મોઢું દબાવીને તેની પાસેથી મોબાઇલ પડાવી લીધો હતો. બાકીના લોકો મોઢા ઉપર રૂમાલ બાંધીને આવ્યા હતા.

શંભુએ સીકયુરીટી પાસે જઈને કહ્યું કે, આજે જન્માષ્ટમી છે અને જન્માષ્ટમીના દિવસે તો ભગવાન કૃષ્ણ ભગવાન ગાયને ખુલ્લી મુકતા હતા તમે કેમ ખુલ્લી છોડી નથી. તેમ કહીને સિક્યુરિટી ગાર્ડ પાસે રહેલી દરવાજાની ચાવી લઈ લીધી હતી, બાદમાં માર માર્યો હતો. ત્યારબાદ ઢોરવાડામાં રહેલી તમામ 185 ગાયોને ભગાડીને લઈ ગયા હતા. આ બનાવની ફરિયાદ સિક્યુરિટી ઈશ્વરભાઈ વાણીયા દ્વારા સેક્ટર 21 પોલીસ સ્ટેશનમાં નોધાવવામાં આવી છે. ફરિયાદને આધારે પોલીસ દ્વારા  તપાસ હાથ ધરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.