Political/ PK RETURN!નીતિશ કુમાર અને પ્રશાંત કિશોર વચ્ચે બંધ બારણે બે કલાક ચાલી બેઠક

મંગળવારે મોડી રાત્રે મુખ્યમંત્રી નીતિશ કુમાર અને ચૂંટણી વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોર વચ્ચે ગુપ્ત બેઠકના સમાચારે બિહારના રાજકીય ગલિયારામાં ફરી એકવાર ખળભળાટ મચાવી દીધો છે

Top Stories India
12 11 PK RETURN!નીતિશ કુમાર અને પ્રશાંત કિશોર વચ્ચે બંધ બારણે બે કલાક ચાલી બેઠક

મંગળવારે મોડી રાત્રે મુખ્યમંત્રી નીતિશ કુમાર અને ચૂંટણી વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોર વચ્ચે ગુપ્ત બેઠકના સમાચારે બિહારના રાજકીય ગલિયારામાં ફરી એકવાર ખળભળાટ મચાવી દીધો છે. આ મુલાકાતથી રાજકીય વર્તુળોમાં બંને ફરી એકસાથે આવવાની અટકળોને વેગ મળ્યો છે. આ પહેલા નીતિશ કુમાર પૂર્વ રાજદ્વારી અને સાંસદ પવન વર્માને મળ્યા હતા. આ બેઠકના બીજા જ દિવસે સીએમ નીતિશ કુમાર અને પ્રશાંત કિશોર વચ્ચે બે કલાક સુધી બંધ બારણે બેઠક થઈ હતી.

આ દિવસોમાં પ્રશાંત કિશોર જન સૂરજ અભિયાન હેઠળ તેમની પદયાત્રા માટે બેતિયામાં છે. જ્યારે પીકેને નીતીશ કુમારને મળવા અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો તો તેમણે સ્પષ્ટ ના પાડી દીધી. પરંતુ નીતિશ કુમારે સ્વીકાર્યું કે તેઓ અને પ્રશાંત કિશોર મળ્યા હતા. પ્રશાંત કિશોરને મળવા પર નીતિશ કુમારે પત્રકારોના સવાલોના જવાબ આપતા કહ્યું, ‘તેમની પાસેથી જાણો. ખાસ કંઈ થયું નથી. સામાન્ય વાતચીત થઈ છે.

મળતી માહિતી મુજબ પટનામાં નીતિશ કુમારને મળ્યા બાદ સોમવારે સાંજે પૂર્વ રાજદ્વારી પવન વર્મા પણ પ્રશાંત કિશોરને મળ્યા હતા. સૂત્રોનું કહેવું છે કે નીતિશ કુમાર અને પીકે વચ્ચેની મુલાકાત માટે પવન વર્માએ નીતિશ કુમારના સંદેશવાહકની ભૂમિકા ભજવી હતી. પ્રશાંત કિશોર અને પવન વર્મા બંનેને 2020માં JDUમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. આ પછી પવન વર્મા તૃણમૂલ કોંગ્રેસમાં જોડાયા હતા પરંતુ તાજેતરમાં તેમણે ટીએમસીમાંથી પણ રાજીનામું આપ્યું હતું.