મુંબઈમાં વિપક્ષી ગઠબંધન I.N.D.I.Aની ચાલી રહેલી બેઠક દરમિયાન શુક્રવારે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો. I.N.D.I.Aના નેતાઓએ 13 સદસ્યોની કોર્ડીનેશન કમિટી બનાવવાની જાહેરત કરી છે. સાથે ગઠબંધનનો નારો ‘જુડેગા ભારત,જીતેગા I.N.D.I.A.’ રાખવામાં આવ્યો છે.
કોર્ડીનેશનકમિટીમાં કોંગ્રેસમાંથી વેણગોપાલ,NCPમાંથીશરદ પવાર,DMKમાંથી એમકે સ્ટાલિન,શિવસેનામાંથી સંજય રાઉત, RJDમાંથી તેજસ્વી યાદવ, TMCમાંથી અભિષેક બેનર્જી, AAPમાંથી રાઘવ ચઢ્ઢા,સમાજવાદી પાર્ટીમાંથી જાવેદ અલી ખાન, JDUમાથી લલન સિંહ, JMMમાંથી હેમંત સોરેન, CPIમાંથી ડી રાજા,નેશનલ કોન્ફેન્સમાંથી ઉમર અબ્દુલ્લા અને PDPમાંથી મહેબુબા મુફ્તી પણ શામેલ છે.
સાથે મળીને લોકસભાની ચૂંટણી લડવાનો સંકલ્પ કર્યો
વિપક્ષી ગઠબંધન I.N.D.I.Aએ પણ લોકસભા ચૂંટણી-2024 સાથે મળીને લડવાનું વચન આપ્યું હતું. કોંગ્રેસના નેતા જયરામ રમેશે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર આ અંગે માહિતી આપી હતી. તેમણે લખ્યું, ” I.N.D.I.A ગઠબંધનમાં સામેલ પક્ષોએ સાથે મળીને લોકસભા ચૂંટણી લડવાનો સંકલ્પ કર્યો છે. શક્ય હોય ત્યાં સુધી અમે સાથે મળીને લોકસભાની ચૂંટણી લડીશું.
બેઠકની વહેંચણી પર ટૂંક સમયમાં જ નિર્ણય લઈશું
કોંગ્રેસના નેતા જયરામ રમેશે વધુમાં કહ્યું હતું કે, “બેઠકની વહેંચણી પર અલગ-અલગ રાજ્યોમાં ચર્ચા ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. દેશના અલગ-અલગ ભાગમાં જનસભા યોજવામાં આવશે. અલગ-અલગ ભાષાઓમાં ‘જુડેગા ભારત,જીતેગા I.N.D.I.A.’ની થીમ સાથે વિપક્ષી ગઠબંધન ચૂંટણી લડશે. મીડિયાને પણ વ્યૂહરચના બનાવવામાં આવશે.
મુંબઈમાં બે દિવસીય બેઠક પૂર્ણ
ગઠબંધન I.N.D.I.Aની આ ત્રીજી બેઠક હતી જે બે દિવસ સુધી ચાલી હતી. અગાઉ, ગઠબંધનની પ્રથમ બેઠક જૂન મહિનામાં બિહારના પટનામાં થઈ હતી. બાદમાં બીજી બેઠક જુલાઈમાં બેંગલુરુમાં યોજાઈ હતી. જેમાં ગઠબંધનને I.N.D.I.A નામ આપવામાં આવ્યું હતું.
આ પણ વાંચો:દેશના આ ભાગોમાં 2 સપ્ટેમ્બરથી ફરી થશે ભારે વરસાદ, જાણો હવામાનની નવીનતમ આગાહી
આ પણ વાંચો:દિલ્હી મેટ્રોમાં ભીડનો ફાયદો ઉઠાવી યુવકે કર્યું હસ્તમૈથુન, લંપટે સગીરા પર પડ્યું સ્પર્મ
આ પણ વાંચો:મોદી સરકાર લેશે મોટું પગલું! સંસદના વિશેષ સત્રમાં લાવી શકે છે ‘એક દેશ-એક ચૂંટણી’ બિલ
આ પણ વાંચો:રાષ્ટ્રપતિ શી જિનપિંગ દિલ્હીમાં G-20 માં હાજરી આપવા અંગે સસ્પેન્સ, ચીને હજી નથી કરી પુષ્ટિ
આ પણ વાંચો:અદાણી ગ્રુપના મામલે રાહુલ ગાંધીએ કહ્યું- પારદર્શિતા જરૂરી છે, JPC તપાસ કેમ નથી થઈ રહી?