Not Set/ રાજકોટ/લોહાણા સમાજના ગુરુદેવ હરિચરણદાસજી બાપુ ઈજાગ્રસ્ત, ચાર્ટર પ્લેન મારફતે અયોધ્યાથી રાજકોટ ખસેડાયા

હરિચરણદાસજી બાપુને સારવાર અર્થે રાજકોટ ખસેડાયા અયોધ્યામાં બાથરૂમમાં પડી જતા પગમાં ગંભીર ઇજા ચાર્ટર પ્લેન મારફતે અયોધ્યાથી રાજકોટ લવાયા એરપોર્ટ પર મોટી સંખ્યામાં સેવકો પહોંચ્યા રાજકોટ સહિત સૌરાષ્ટ્રના લોહાણા સમાજના પૂજનીય સંત હરિચરણદાસજી અયોધ્યામાં બાથરૂમમાં પડી જતાં ઈજાગ્રસ્ત થયા હતા. સારવાર માટે બાપુને ચાર્ટર પ્લેન મારફતે અયોધ્યાથી રાજકોટ ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાની જાણ થતા […]

Top Stories Gujarat Rajkot
bapu 4 રાજકોટ/લોહાણા સમાજના ગુરુદેવ હરિચરણદાસજી બાપુ ઈજાગ્રસ્ત, ચાર્ટર પ્લેન મારફતે અયોધ્યાથી રાજકોટ ખસેડાયા
  • હરિચરણદાસજી બાપુને સારવાર અર્થે રાજકોટ ખસેડાયા
  • અયોધ્યામાં બાથરૂમમાં પડી જતા પગમાં ગંભીર ઇજા
  • ચાર્ટર પ્લેન મારફતે અયોધ્યાથી રાજકોટ લવાયા
  • એરપોર્ટ પર મોટી સંખ્યામાં સેવકો પહોંચ્યા

રાજકોટ સહિત સૌરાષ્ટ્રના લોહાણા સમાજના પૂજનીય સંત હરિચરણદાસજી અયોધ્યામાં બાથરૂમમાં પડી જતાં ઈજાગ્રસ્ત થયા હતા. સારવાર માટે બાપુને ચાર્ટર પ્લેન મારફતે અયોધ્યાથી રાજકોટ ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાની જાણ થતા મોટી સંખ્યામાં લોહાણા સમાજના લોકો અને સેવકો એરપોર્ટ પર પહોંચ્યા હતા.

હરિચરણદાસજી બાપુ બે દિવસ પહેલા ઈન્દોર (અયોધ્યા) પહોંચ્યા હતા. દરમિયાન તેઓ બાથરૂમમાં સ્નાન કરવા જતાં પડી ગયા હતાં. આ બાબતની જાણ થતા ભાવિકો દોડી ગયા હતા. પ્રાથમિક તપાસમાં તબીબોએ થાપાના ભાગમાં ઇજા પહોંચી હોવાનું અને ઓપરેશન કરવાનું જણાવ્યું હતું. સ્પેશિયલ ચાર્ટર્ડ ફ્લાઈટમાં આજે બપોરે રાજકોટ લાવવામાં આવ્યા હતા. એરપોર્ટથી તેઓને એમ્બ્યુલન્સમાં વોકહાર્ટ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. વોકહાર્ટ હોસ્પિટલમાં ડો.ચિરાગ માત્રાવડીયા, ઓર્થોપેડીક સર્જન ડો.અવિનાશ મારૂ, ડો.શ્યામ ગોહેલ અને ફેમીલી ડો.વિદ્યુત ભટ્ટ બાપુની સારવાર કરશે.

ઉલ્લેખનીય છે કે, હરીચરણદાસજી મહારાજ ૧૯૫૬માં ગોંડલ ખાતે પધારી રામજી મંદિર સદગુરૂદેવ રણછોડદાસજી આશ્રમ ખાતે અન્નક્ષેત્ર શરૂ કરી સેવાની ધૂણી ધખાવી હતી.  સદગુરૂદેવ હરીચરણદાસ બાપુએ ૨૦૦૪માં રણછોડદાસજી બાપુના પગલે ગોંડલ ખાતે માનવ મંદિર સમાન શ્રી રામ સાર્વજનીક હોસ્પિટલનું નિર્માણ કરી ગરીબોને રાહતદરે મેડિકલ સગવડ અને સુવિધા પુરી પાડી છે. આ હોસ્પિટલ ખરા અર્થમાં ગરીબો માટે આર્શિવાદ સમાન બની છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન.