Not Set/ વધુ એક જૈન મુનિ ફસાયા વિવાદમાં, ફરિયાદ થતા ફેક્ટરી બહાર ઘરણા કરવા બેઠા

છોટાઉદેપુરનાં કવાંટમાં ફરી એક વખત વધુ એક જૈન મુનિ વિવાદમાં ફસાયાનું સામે આવી રહ્યું છે. જી હા, હજુ ઇડરનાં પાવાપુરી જૈન મંદિરનાં લંપટ અને વ્યભીચારી મહારાજનો મામલો થાડે પડ્યો નથી, ત્યાં ફરી છોટાઉદેપુરનાં કવાંટમાં જૈન મુનિ રાજેન્દ્ર વિજય સામે ફેક્ટરીના સંચાલક આકાશ મલિકે તેને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાંની પોલીસમાં  ફરિયાદ નોંધાવી છે. ફેક્ટરીના સંચાલક અક્ષેપ કરવામાં આવ્યો છે કે, જૈન મુનિએ તેમના સાગરીતો સાથે આવી ખોટી રીતે […]

Gujarat Others
690297fca261a7ffaee303c666eb9b16 વધુ એક જૈન મુનિ ફસાયા વિવાદમાં, ફરિયાદ થતા ફેક્ટરી બહાર ઘરણા કરવા બેઠા

છોટાઉદેપુરનાં કવાંટમાં ફરી એક વખત વધુ એક જૈન મુનિ વિવાદમાં ફસાયાનું સામે આવી રહ્યું છે. જી હા, હજુ ઇડરનાં પાવાપુરી જૈન મંદિરનાં લંપટ અને વ્યભીચારી મહારાજનો મામલો થાડે પડ્યો નથી, ત્યાં ફરી છોટાઉદેપુરનાં કવાંટમાં જૈન મુનિ રાજેન્દ્ર વિજય સામે ફેક્ટરીના સંચાલક આકાશ મલિકે તેને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાંની પોલીસમાં  ફરિયાદ નોંધાવી છે.

ફેક્ટરીના સંચાલક અક્ષેપ કરવામાં આવ્યો છે કે, જૈન મુનિએ તેમના સાગરીતો સાથે આવી ખોટી રીતે હેરાનગતિ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતા. મુનિ રાજેન્દ્ર વિજય પર ફેક્ટરીના સંચાલક દ્વારા અઢી કરોડ આપો અથવા કંપનીમાં ભાગીદાર બનાવો નહીંતો અહીંથી ભગાવી દઈશ તેવી પણ મુનિએ ધમકી આપ્યાંનો ફરિયાદમાં ઉલ્લેખ કરવાં આવ્યો છે.

સામે પક્ષે જૈન મુનિ રાજેન્દ્ર વિજયે પણ મંદિર પરિસર પાસે આવેલ ફેક્ટરીમાં અસામાજિક પ્રવૃતિ કરાતી હોવાનો આરોપ ફેક્ટરી માલિક ફરિયાદી પર લગાવ્યો હતો. અને ફરિયાદી દ્વારા ફરિયાદમાં કરવામાં આવેલા તમામ આક્ષેપોને આરોપો મુનિએ નકાર્યા છે. સાથે સાથે આજ રોજ જૈન મુનિ દ્વારા ફેક્ટરીની બહાર બેસી ધરણા યોજવામાં આવી રહ્યા છે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews