આપઘાત/ સુરતમાં પતિ સાથે ઝઘડો થતાં પત્નીએ કર્યો આપઘાત, કારણ છે સાવ આવું….

બનાસકાંઠાના વતની અને હાલ અમરોલી છાપરાભાઠાના શ્રીનાથ એપાર્ટમેન્ટમાં રહેતી 24 વર્ષીય આશા રમેશ ચૌધરીનો 23મી તારીખે 4 વર્ષના પુત્રને વતન વતન મોકલવા બાબતે પતિ સાથે ઝઘડો થયો હતો.

Gujarat Surat
a 439 સુરતમાં પતિ સાથે ઝઘડો થતાં પત્નીએ કર્યો આપઘાત, કારણ છે સાવ આવું....

સુરતમાં સતત આપઘાતના કિસ્સા વધી રહ્યા છે. તેમાં પણ લોકો સામાન્ય બાબતે આપઘાત સુધીના પગલાં ભરતા હોય છે. ત્યારે પતિ પત્નીના સામાન્ય ઝગડામાં પતિ અથવા પત્ની એવા પગલાં ભરી લેતા હોય છે કે, તેમના બાળકોને માતા અથવા પિતાની છત્ર છાયા ગુમાવાનો વારો આવતો હોય છે. જોકે આવીજ એક ઘટનામાં માત્ર ચાર વર્ષના બાળકને માતાની છત્ર છાયા ગુમાવાનો વારો આવ્યો છે.

બનાસકાંઠાના વતની અને હાલ અમરોલી છાપરાભાઠાના શ્રીનાથ એપાર્ટમેન્ટમાં રહેતી 24 વર્ષીય આશા રમેશ ચૌધરીનો 23મી તારીખે 4 વર્ષના પુત્રને વતન વતન મોકલવા બાબતે પતિ સાથે ઝઘડો થયો હતો.

નર્સ સંતાનને વતન મોકલવા માંગતી હતી. 23મી તારીખે 4 વર્ષના પુત્રને વતન વતન મોકલવા બાબતે પતિ સાથે ઝઘડો થયો હતો. પતિ પુત્રને પોતાની સાથે જ રાખવા માંગતો હતો. આ વાતને લઈ બંને વચ્ચે ઝઘડો થયો હતો. જેથી પત્નીને માઠું લાગી આવતા તેણીએ એક રૂમમાં જઈ રૂમનો દરવાજો બંધ કરી લીધો હતો.

આ પણ વાંચો :SGVP દ્વારા ગુજરાતના 100 ગામમાં 6000 આયુર્વેદ કીટનું વિતરણ

પતિએ દરવાજો ખખડાવવા છતાં ન ખોલતા પડોશી અને પોલીસને જાણ કરી હતી. પોલીસ આવી છતાં પત્નીએ દરવાજો ન ખોલતા ફાયરને બોલાવી દરવાજો ખોલવામાં આવ્યો હતો. રૂમની અંદર જતા મહિલાએ પંખા સાથે દુપટ્ટો બાંધી આપઘાત કરેલી હાલતમાં મળી આવી હતી.

આ પણ વાંચો :ઉમરેઠ: H K FITNESS સામે જાહેરનામાના ભંગ બદલ કલમ 188 મુજબ ગુનો દાખલ

આપઘાત કરનાર પરણિતાને લગ્નનાં માત્ર 6 વર્ષ થયા હતા અને છેલ્લા બે મહિનાથી નર્સ તરીકે કામ કરતી હતી જોકે, આ ઘટના પગલે અમરોલી પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો :રાજકોટમાં ઓક્સિજનની અછત સ્વપ્ન બની જશે, રશિયાનો ઓક્સિજન પ્લાન્ટ સિવિલમાં

sago str 24 સુરતમાં પતિ સાથે ઝઘડો થતાં પત્નીએ કર્યો આપઘાત, કારણ છે સાવ આવું....