મહેસાણાનાં વડનગરમાં ગર્ભમાં લિંગ ચકાસણી કરતા ડોકટર ઝડપાતા લોકોમાંથી ફિટકાર વરસી રહ્યો હોવાનું સામે આવી રહ્યું છે. એક તરફ સમાજ-સામાજીક સંસ્થાઓ સહિત સરકાર બેટી બચાવો પર ભાર મુકી રહી છે, ત્યારે ગુજરાત જેવા સંવેદનશીલ રાજ્યમાં આ પ્રકારની કુચેષ્ટા થતી હોવાની વાતથી લોકોમાં ભારે રોષ જોવામાં આવી રહી છે.
વડનગરમાં ડો.પ્રદીપ આર ઓઝાને ત્યાં આરોગ્ય વિભાગે કાર્યવાહી કરી હતી. ડોક્ટરની ભાવના હોસ્પિટલ એન્ડ સોનોગ્રાફી ક્લિનિક વડનગર ખાતે કરાયેલી કાર્યવાહીમાં બનાસકાંઠાનાં મહિલા દર્દી સોનોગ્રાફી માટે તબીબ પાસે મોકલવામાં આવ્યા હતાં.
જી હા, બીલકુલ સાચું સમજી રહ્યા છે. ગર્ભમાં બાળકનું લિંગ તપાસ માટે ડમી પેશન્ટ મોકલવામાં આવ્યું હતું. દરમ્યાન ફોર્મ ભર્યા વગર સોનોગ્રાફી કરતા ડોકટર ઝડપાયો છે. તબીબ વિરુદ્ધ Pndt એકટ મુજબ કાર્યવાહી કરાઇ છે. સોનોગ્રાફી મશીન સિલ કરી રેકર્ડ જપ્ત કરાયા છે. ડોકટરને કારણ દર્શક નોટિસ આપી ખુલાસો માંગવામાં આવ્યો છે. મહેસાણા જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા સમગ્ર મામલે તપાસ અને કાર્યવાહી કરવામાં આવી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….
