કોવિડ-19 બાદ ગુજરાતની સ્થિતિથી કેનેડાનાં લોકોને વાકેફ કરાવવા અને કેનેડાનાં લોકોની પરિસ્થતિથી ગુજરાતનાં લોકોને વાકેફ કરાવવા માટે ઓનલાઈન વેબીનાર યોજાયો હતો.
ગુજરાત – કેનેડા વચ્ચેનાં આર્થિક અને વ્યાપારિક સબંધો કોવીડ-19 બાદ કેવા કેવા ફેરફારો થયા તેની માહિતી લોકો સુધી પહોંચાડવા માટે આ વેબીનાર રાખવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે કેનેડાના નામાંકીત ઉદ્યોગપતિ મુકુંદ પુરોહિત ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમના અતિથિ વિશેષ મુકુંદ પુરોહિતે તેમના વક્તવ્યમાં જણાવ્યું હતું કે , કેનેડામાં વધુ અભ્યાસ અર્થે અને પી . આર . મેળવીને ગયેલા ગુજરાતી ઇમિગ્રન્ટ્સની કોરોનાને કારણે થયેલી મુશ્કેલીઓ અને તેમના પ્રશ્નો ઉકેલવામાં ત્યાંના સ્થાનિક ગુજરાતી સમુદાયોએ મદદ કરી હતી . આ અંગેની માહિતી મુકુંદભાઈ પુરોહિતએ આપી હતી . ઉપરાંત કેનેડામાં સ્થાયી થયેલા ગુજરાત માં રોકાણ કરવા માટે ખુબજ આકર્ષણ છે . એમ પણ જણાવ્યું હતું એ જ રીતે ગુજરાતમાં ઉદ્યોગકારોને કેનેડામાં પોતાનો વ્યવસાય કે ઉધોગ શરૂ કરવો હોય તો કેનેડિયન સરકાર તરફથી કેવી કેવી સગવડો ઉપલબ્ધ છે એની પણ વિસ્તૃત માહિતી આપી હતી.
GCCI નાં યોગેન્દ્રકુમાર ત્રિવેદી, સેક્રેટરી જનરલ, કેનેડામાં અભ્યાસ પૂરો થયા બાદ પી.આર. મેળવીને કારોબાર અને વ્યવસાય શરૂ કરવા માટે કેનેડામાં કેવી તકો રહેલી છે, એ અંગે પણ મુકુંદભાઈ પુરોહિત માહિતી આપી હતી . વધુમાં NRG સેન્ટર ના માનદ્ ચેરમેન દિગંતભાઇ સોમપુરાએ મુકુંદભાઈ પુરોહિતને અપીલ કરી હતી કે , કેનેડામાં વસતા ગુજરાતીઓને ગુજરાત સાથે જોડવા અને ગુજરાત સરકાર ના NRG Foundation તરફથી અપાતા ગુજરાત કાર્ડના વધુને વધુ સભ્યો બનાવી આપવા અપીલ કરી હતી . આ ” COVID – 19 દરમિયાન અને બાદ કેનેડામાં વસતા ગુજરાતીઓની સ્થિતિ અને ગુજરાત કેનેડાના વ્યાપારિક સંબંધો ” યોજાયેલ ઓનલાઇન સેમિનાર માં સંખ્યાબંધ લોકો એ ભાગ લીધો હતો.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
