Not Set/ રાજકોટમાં ઓક્સિજનની અછત સ્વપ્ન બની જશે, રશિયાનો ઓક્સિજન પ્લાન્ટ સિવિલમાં સ્થપાશે

રાજકોટ વાસીઓ માટે સારા સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે, રાજકોટના દર્દીઓને ઓક્સિજનની અછતનો સામનો હવે નહીં કરવો પડે.કોરોનાના કપરા કાળ અંતર્ગત ઓક્સિજન મેળવવા માટે ભારે ઘસારો

Top Stories Gujarat

રાજકોટ વાસીઓ માટે સારા સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે, રાજકોટના દર્દીઓને ઓક્સિજનની અછતનો સામનો હવે નહીં કરવો પડે.કોરોનાના કપરા કાળ અંતર્ગત ઓક્સિજન મેળવવા માટે ભારે ઘસારો જોવા મળી રહ્યો હતો, જેના કારણે ઘણી વખત અવ્યવસ્થા સર્જાય હોવાની ઘટનાઓ સામે આવી રહી હતી. પરંતુ કલેકટર તંત્રને જામનગર તેમજ અન્ય સ્થળો પરથી દરરોજ 110 ઓક્સિજન મેળવવામાં સફળતા પ્રાપ્ત કરી છે.

રાજકોટ કલેકટર તંત્રને રાજકોટ માટે વિશાળ ઓપરેશન પ્લાન્ટ લાવવા માટે મોટી સફળતા પ્રાપ્ત થઇ હોવાના અહેવાલ કલેકટર ના સુત્રો પાસેથી પ્રાપ્ત થઈ રહ્યા છે. રશિયાની એક કંપની હાલમાં પ્રારંભિક તબક્કે રાજકોટમાં સિવિલ હોસ્પિટલ ખાતે કલાકના 830 સુધી ઘનમીટર ઓક્સિજનનું ઉત્પાદન કરશે. આ માટે સરકાર દ્વારા રાજકોટને પ્લાન્ટની ફાળવણી કરી દેવામાં આવી છે.

આ ઉપરાંત vyo સ્વેચ્છિક સંસ્થા દ્વારા ત્રણ ઓક્સિજન પ્લાન્ટ કરાયા હતા તે સિવિલ ઉપરાંત કેન્સર કોવિડ હોસ્પિટલ ખાતે બે પ્લાન્ટ સ્થાપવામાં આપી ચૂક્યાં છે. જ્યારે ધારાસભ્ય ફાળવેલ ગ્રાન્ટ માંથી હવે ફાઈનલ ફરી પ્લાન્ટ ઊભા કરવામાં આવશે. ડીઆરડીઓ દ્વારા પણ રાજકોટની પદ્મા કુવરબા હોસ્પિટલ ઉપરાંત જસદણ ધોરાજી ઉપલેટા ખાતે હવે પ્લાન્ટ સ્થાપવામાં આવશે. રાજકોટમાં ગુજરાતની એક નામાંકિત ફાર્મા કંપની પણ ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવા જઈ રહી હોવાનું કલેકટર કચેરીના સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.