Not Set/ મેયરનાં દિકરાએ પટના નગર નિગમની કાઉન્સિલરને વારંવાર આંખ મારી

નાનપણથી જ આપણને વાણી અને વર્તન શીખવાડવામાં આવે છે. મા-બાપ તેની સંતાનને સારા સંસ્કાર આપી ભવિષ્યમાં સારા નાગરિક બનવવાની શીખ આપતા હોય છે. જો કે હાલમાં સંસ્કાર શબ્દોથી લોકો થોડા દૂર રહીને બોલતા નજરે ચઢે છે. જેના કારણે આપણી સોસાયટીમાં લોકો માન-સમ્માન ભૂલી ગયા છે. તાજેતરમાં એક કિસ્સો સામે આવ્યો છે જેમા પટના નગર નિગમની […]

India
patna counsilar મેયરનાં દિકરાએ પટના નગર નિગમની કાઉન્સિલરને વારંવાર આંખ મારી

નાનપણથી જ આપણને વાણી અને વર્તન શીખવાડવામાં આવે છે. મા-બાપ તેની સંતાનને સારા સંસ્કાર આપી ભવિષ્યમાં સારા નાગરિક બનવવાની શીખ આપતા હોય છે. જો કે હાલમાં સંસ્કાર શબ્દોથી લોકો થોડા દૂર રહીને બોલતા નજરે ચઢે છે. જેના કારણે આપણી સોસાયટીમાં લોકો માન-સમ્માન ભૂલી ગયા છે. તાજેતરમાં એક કિસ્સો સામે આવ્યો છે જેમા પટના નગર નિગમની એક કાઉન્સિલરે મેયરનાં દિકરા પર આરોપ લગાવ્યો છે કે તેણે તેઓને ઘણીવાર આંખ મારી હતી.

આંખ મારવીનો શાબ્દિક અર્થ હાવભાવ છે. પરંતુ વ્યવહારમાં, આંખ મારવી તે અશિષ્ટ માનવામાં આવે છે. સવાલ એ છે કે શા માટે આંખ મારવાનો વિષય ઉભો થઈ રહ્યો છે. પટના મ્યુનિસિપલ કોર્પોરેશનની બેઠકમાં એક વોર્ડ કાઉન્સિલર કહે છે કે, શહેરનાં વિકાસ માટે ચર્ચા ચાલી રહી હતી. તે પોતાની વાત રાખી રહી હતી, જે દરમિયાન મેયરનાં પુત્રએ તેમને એક વાર નહીં પણ ઘણી વખત આંખ મારી હતી. તે આશ્ચર્ય અને હેરાન થઇ ગઇ હતી કે આ શખ્સનું આવું વર્તન કેવી રીતે થઈ શકે છે.

આંખ મારવાની આ ઘટનામાં મૂળભૂત રીતે બે પાત્રો છે. પિંકી દેવી એક કાઉન્સિલર છે અને જ્યારે તે પોતાને પીડિત તરીકે વર્ણવે છે, બીજી તરફ શિશિર નામની એક વ્યક્તિ છે જેના પર આરોપ મૂકાયો છે તે મેયરનો પુત્ર છે. પીંકી દેવી કહે છે કે, શિશિરે બોર્ડની મીટિંગમાં તેમની ઉપર હસી ઉડાવી અને તેમને આંખ મારી. શરૂઆતમાં તેઓએ તેમના અભદ્ર કૃત્યની અવગણના કરી. પણ તે આંખો મારતો જ રહ્યો.

પિંકી દેવીનાં કહેવા પ્રમાણે, જ્યારે તેમણે શિશિરની માતાને ફરિયાદ કરવાનું કહ્યુ ત્યારે તેણે કહ્યું કે, જાઓ અને ફરિયાદ કરો. આ અંગે મ્યુનિસિપલ કોર્પોરેશન કાઉન્સિલમાં ફરિયાદ કરી તો શિશિરે કહ્યું કે તે ધ્યાન ખેંચવા માંગે છે. આ સંદર્ભમાં, તેમણે બિહારનાં મુખ્યમંત્રી નીતીશ કુમારને દખલ કરવાની અપીલ કરી છે જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.