Not Set/ કોંગ્રેસના સીનીયર લીડર અજય માકનના રાજીનામાં પાછળની સાચી હકીકત શું છે, વાંચો સમગ્ર મામલો

નવી દિલ્લી કોંગ્રેસના દિગ્ગજ નેતા અજય માકને દિલ્લીના કોંગ્રેસના અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપી દીધું છે. રાજીનામાં આપવા બદલનું કારણ તેમની ખરાબ તબિયત હોવાવું જણાવ્યું હતું. માકન હાલ સારવાર માટે વિદેશમાં છે.  ૧૩ સપ્ટેમ્બરના રોજ અજય માકને રાહુલ ગાંધી અને દિલ્લીના પ્રભારી પીસીને પોતાનું રાજીનામું આપ્યું હતું. Delhi Congress President Ajay Maken has not resigned. […]

Top Stories India Trending
707656 ajay maken 01 કોંગ્રેસના સીનીયર લીડર અજય માકનના રાજીનામાં પાછળની સાચી હકીકત શું છે, વાંચો સમગ્ર મામલો

નવી દિલ્લી

કોંગ્રેસના દિગ્ગજ નેતા અજય માકને દિલ્લીના કોંગ્રેસના અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપી દીધું છે. રાજીનામાં આપવા બદલનું કારણ તેમની ખરાબ તબિયત હોવાવું જણાવ્યું હતું. માકન હાલ સારવાર માટે વિદેશમાં છે.  ૧૩ સપ્ટેમ્બરના રોજ અજય માકને રાહુલ ગાંધી અને દિલ્લીના પ્રભારી પીસીને પોતાનું રાજીનામું આપ્યું હતું.

બીજી તરફ કોંગ્રેસનું કહેવું છે કે માકને રાજીનામું નથી આપ્યું પરંતુ તેમની તબિયત સારી ન હોવાથી સારવાર માટે વિદેશ ગયા છે.પાર્ટીના સુત્રોના કહ્યું પ્રમાણે સ્વાસ્થ્યની તકલીફના લીધે કામને જવાબદારીને છોડવાની ઇરછા જાહેર કરી છે. અજય માકને કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીને પત્ર લખીને કીધું છે કે તેમની તબિયત સારી નથી. હાલ તે પોતાનો ઈલાજ વિદેશમાં કરવી રહ્યા છે અને તેમને પદમાંથી મુક્ત કરવા માટે વિનંતી કરી છેકોંગ્રેસના કહેવા પ્રમાણે તે ટૂંક સમયમાં પાછા આવશે.

વર્ષ ૨૦૧૫માં અરવિંદસિંહ લવલીની જગ્યાએ અજય માકનને દિલ્લીના અધ્યક્ષ પદે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ૨૦૧૭માં દિલ્લી નાગર ચૂંટણીમાં ત્રીજા નંબર પર આવવાના લીધે અજય માકને રાજીનામું આપી દીધું હતું પરંતુ રાહુલ ગાંધીએ આ રાજીનામું સ્વીકારવાની ચોખ્ખી ના પાડી દીધી હતી.

તમને જણાવી દઈએ કે દિલ્લીના પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતની તબિયત પણ હાલ સારી નથી. લોકસભાની ચૂંટણી પહેલા માકન અને શીલાના આ રીતે બીમાર થઇ જવાથી આ કોંગ્રેસ માટે એક મોટો ઝટકો સમાન છે.