Not Set/ જાણો શું સામે આવ્યું કેગનાં રિપોર્ટમાં ? સરકારને શું સલાહ આપવામાં આવી?

વિધાનસભાનાં ચોમાસું સત્રનાં અંતિમ દિવસે ગૃહમાં કેગનો ઓડિટ અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો.  કેગનાં રજૂ કરાયેલા રિપોર્ટ અનુસાર, જાહેરક્ષેત્રનાં ઉપક્રમોએ રૂપિયા 3813 કરોડની ખોટ કરી છે. જ્યારે 50 એકમોએ રૂપિયા 5113 કરોડના નફો કર્યો હોવાનું રિપોર્ટમાં જાણવા મળ્યું છે. સરકારને આ મુદ્દે યોગ્ય નીતિ ઘડવા માટે ટકોર કરવામાં આવી છે. કેગના અહેવાલમાં ખોટ કરતા ઉપક્રમોની […]

Top Stories Gujarat
cag.jpg1 જાણો શું સામે આવ્યું કેગનાં રિપોર્ટમાં ? સરકારને શું સલાહ આપવામાં આવી?

વિધાનસભાનાં ચોમાસું સત્રનાં અંતિમ દિવસે ગૃહમાં કેગનો ઓડિટ અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો.  કેગનાં રજૂ કરાયેલા રિપોર્ટ અનુસાર, જાહેરક્ષેત્રનાં ઉપક્રમોએ રૂપિયા 3813 કરોડની ખોટ કરી છે. જ્યારે 50 એકમોએ રૂપિયા 5113 કરોડના નફો કર્યો હોવાનું રિપોર્ટમાં જાણવા મળ્યું છે. સરકારને આ મુદ્દે યોગ્ય નીતિ ઘડવા માટે ટકોર કરવામાં આવી છે.

cag જાણો શું સામે આવ્યું કેગનાં રિપોર્ટમાં ? સરકારને શું સલાહ આપવામાં આવી?

કેગના અહેવાલમાં ખોટ કરતા ઉપક્રમોની જો વાત કરવામાં આવે તો GSPએ રૂ 1564 કરોડની ખોટ કરી છે, જ્યારે સરદાર સરોવર નિગમ દ્વારા રૂ. 1075 કરોડની ખોટ, ભાવનગર એનર્જી કંપનીએ રૂપિયા 617 કરોડની ખોટ કરી છે. ઉપરાંત GSRTCએ રૂ. 264 કરોડની, તો ગુજરાત વોટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડે રૂ 137 કરોડની ખોટ કરી છે.

cg building જાણો શું સામે આવ્યું કેગનાં રિપોર્ટમાં ? સરકારને શું સલાહ આપવામાં આવી?

કેગનાં રિપોર્ટ અનુસાર માર્ગ અને મકાન વિભાગ , તેમજ  નર્મદા વિભાગની 96 યોજનાઓ અધૂરી છે. અને આ યોજનાઓની કિંમત રૂ 4278 કરોડની થતી હોવાની કેગનાં રિપોર્ટમાં ટિપ્પણી કરવામા આવી છે. સરકારને આ મામલે ઝડપથી કામ પૂર્ણ કરવા કેગ દ્વારા ટકોર કરવામા આવી છે, જેથી વધુ ઓવર હેડ કોસ્ટને કારણે ખોટનો આંકડો વધે નહીં. 2017-18 દરમિયાન 1,82,2971 કરોડની જોગવાઈ કરવામાં આવી હતી, જેમાંથી 21908 કરોડની રકમ વણવપરાયેલી રહી હોવાનો પણ રિપોર્ટમાં ઉલ્લેખ કરવામા આવ્યો હતો.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.