Not Set/ કચ્છ કોંગ્રેસને ફટકો,જિલ્લા ઉપપ્રમુખ સહિતના કૉંગ્રેસી કાર્યકરો ભાજપમાં

કચ્છ, ગુજરાતમાં લોકસભા ચૂંટણીના મતદાનને આડે હવે માત્ર પંદર દિવસ બાકી રહ્યા છે તેવામાં કચ્છ કોંગ્રેસને ફટકો પડયો છે.કોંગ્રેસના જિલ્લા ઉપપ્રમુખે500 કાર્યકરો સાથે આજે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાની હાજરીમાં કેસરિયા કરી લેતા કચ્છનું રાજકારણ ગરમાયુ છે. કચ્છ જિલ્લા પંચાયતના વિપક્ષી નેતા અને સંગઠનમાં વિવિધ હોદા સંભાળી ચૂકેલા અને જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ દેવેન્દ્રસિંહ જેઠવાએ કોંગ્રેસ સાથે છેડો […]

Top Stories Gujarat Others
bv 2 કચ્છ કોંગ્રેસને ફટકો,જિલ્લા ઉપપ્રમુખ સહિતના કૉંગ્રેસી કાર્યકરો ભાજપમાં

કચ્છ,

ગુજરાતમાં લોકસભા ચૂંટણીના મતદાનને આડે હવે માત્ર પંદર દિવસ બાકી રહ્યા છે તેવામાં કચ્છ કોંગ્રેસને ફટકો પડયો છે.કોંગ્રેસના જિલ્લા ઉપપ્રમુખે500 કાર્યકરો સાથે આજે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાની હાજરીમાં કેસરિયા કરી લેતા કચ્છનું રાજકારણ ગરમાયુ છે.

કચ્છ જિલ્લા પંચાયતના વિપક્ષી નેતા અને સંગઠનમાં વિવિધ હોદા સંભાળી ચૂકેલા અને જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ દેવેન્દ્રસિંહ જેઠવાએ કોંગ્રેસ સાથે છેડો ફાડી નાખ્યો છે.દેવેન્દ્રસિંહે સરપંચો , માજી સરપંચો , સહકારી મંડળીના સભ્યો , હોદેદારો સહિત 500 કાર્યકરો સાથે આજે ભાજપનો ખેસ ધારણ કર્યો છે.

કોંગ્રેસના આંતરિક જૂથવાદથી કંટાળીને કોંગ્રેસ સાથે તેમણે છેડો ફાડયો છે..દેવેન્દ્રસિંહ સાથે વાતચિત કરતા તેમણે જણાવ્યું કે આંતરિક જૂથવાદ મામલે જિલ્લા થી માંડી પ્રદેશ સંગઠન સુધી રજુઆત કરવા છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી .વડાપ્રધાન મોદીની વિકાસકામોની વણઝાર અને તેમના નેતૃત્વથી આકર્ષાઈને તેઓ 500 કાર્યકરો સાથે ભાજપમાં જોડાયા છે.

કોંગ્રેસમાં આંતરિક વિખવાદ ચરમસીમાએ પહોંચી ગયો હોવાથી તેમણે છેડો ફાડીને ભાજપનો ખેસ પહેર્યો છે.આ માટે દેવેન્દ્રસિંહ જેઠવા રાજયમંત્રી વાસણ ભાઈ આહીર, ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા ,મેદવાર વિનોદ ચાવડા ના સંપર્કમાં હતા અને ધારાસભ્ય વિરેન્દ્રસિંહની આગેવાનીમાં તેઓએ આજે કેસરિયા કર્યા છે છે.લોકસભા પૂર્વે કોંગ્રેસમાં થયેલો આંતરિક ભડકો મુશ્કેલી સર્જી શકે છે. કચ્છ કોંગ્રેસમાં જૂથવાદ આવી રીતે અવારનવાર સામે આવી રહ્યો છે.