Not Set/ 26 બેઠકો પર 371 ઉમેદવારો વચ્ચે જામશે જંગ,81 ઉમેદવારોએ પરત ખેંચ્યા ફોર્મ

ગુજરાતમાં આગામી તા. 23મી એપ્રિલના રોજ લોકસભાની 26 બેઠકો પર મતદાન યોજાશે.હાલ ભાજપ અને કોંગ્રેસ સહિતના રાજકીયપક્ષો દ્વારા જોરશોરથી ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે.દરમિયાન ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે 81 ઉમેદવારોએ ઉમેદવારી પત્ર પરત ખેંચતા ચિત્ર સ્પષ્ટ થયું હતું. તા. 4 એપ્રિલ સુધીમાં કુલ 572 ઉમેદવારી ફોર્મ ભરાયા હતા.જે પૈકી ફોર્મ ચકાસણીમાં ઉમેદવારી પત્રો […]

Top Stories Gujarat
bv 3 26 બેઠકો પર 371 ઉમેદવારો વચ્ચે જામશે જંગ,81 ઉમેદવારોએ પરત ખેંચ્યા ફોર્મ

ગુજરાતમાં આગામી તા. 23મી એપ્રિલના રોજ લોકસભાની 26 બેઠકો પર મતદાન યોજાશે.હાલ ભાજપ અને કોંગ્રેસ સહિતના રાજકીયપક્ષો દ્વારા જોરશોરથી ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે.દરમિયાન ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે 81 ઉમેદવારોએ ઉમેદવારી પત્ર પરત ખેંચતા ચિત્ર સ્પષ્ટ થયું હતું.

તા. 4 એપ્રિલ સુધીમાં કુલ 572 ઉમેદવારી ફોર્મ ભરાયા હતા.જે પૈકી ફોર્મ ચકાસણીમાં ઉમેદવારી પત્રો અમાન્ય રાખવામાં આવ્યા હતા.જ્યારે 452 ઉમેદવારી પત્રો માન્ય રાખવામાં આવ્યા હતા ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસ સુધી કુલ 81 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા હતા. જેથી હવે લોકસભાની 26 બેઠકો પર 371 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે.

હાઈપ્રોફાઈલ ગણાતી ગાંધીનગર લોકસભા બેઠક પર 17 ઉમેદવારો વચ્ચે ખેલાશે ચૂંટણી જંગ.આ બેઠક પરથી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ચૂંટણી લડી રહ્યાં છે..કચ્છ, રાજકોટ ભાવનગર, આણંદમાં 10-10, જૂનાગઢ, પાટણ, બારડોલી અને અમરેલીમાં 12-12, ખેડા, દાહોદમાં 7-7, અમદાવાદ પશ્ચિમ, વડોદરા અને સુરતમાં 13-13 ઉમાદવારો ચૂંટણી મેદાનમાં છે.બનાસકાંઠામાં 14, સાબરકાંઠામાં 20, અમદાવાદ પૂર્વમાં 26, સુરેન્દ્રનગરમાં 31, પોરબંદરમાં 17, જામનગરમાં 28, પંચમહાલમાં 6, છોટાઉદેપુરમાં 8, ભરુચમાં 17, નવસારીમાં 25 અને વલસાડમાં 09 ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાશે.