Ahmedabad/ પુત્રીનાં લગ્નમાં હાજરી આપવા હત્યાની સજા કાપતા પિતાને મળ્યા જામીન

વર્ષ ૨૦૧૫ દરમિયાન અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં હત્યાનો બનાવ બન્યો હતો. જેમાં પ્રેમ પ્રકરણમાં યુવકની હત્યા થઇ હોવાની જે તે વખતે લોકોમાં ચર્ચા ચાલી હતી.

Ahmedabad Gujarat
jail bail પુત્રીનાં લગ્નમાં હાજરી આપવા હત્યાની સજા કાપતા પિતાને મળ્યા જામીન

@ રીઝવાન શેખ, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ…

વર્ષ ૨૦૧૫ દરમિયાન અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં હત્યાનો બનાવ બન્યો હતો. જેમાં પ્રેમ પ્રકરણમાં યુવકની હત્યા થઇ હોવાની જે તે વખતે લોકોમાં ચર્ચા ચાલી હતી. દાણીલીમડા પોલીસે મહમદહુસેન અજમેરી અને અબ્દુલ રશીદ ઉર્ફે પૌવાની ધરપકડ કરીને તેમની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

છેલ્લા પાંચ વર્ષથી સેન્ટ્રલ જેલમાં બંદ પિતા અને પુત્રે સેસન્સ કોર્ટમાં ૩૦ દિવસના વચ્ચગાળાના જામીન મેળવવા માટેની અરજી કરી હતી. જે અરજી પર સુનવણી થતા આરોપીઓના વકીલ ઇલ્યાસ ખાન પઠાણ અને એ એસ પઠાને એવી દલીલ કરી હતી. નાઝમીન નામની યુવતી ના લગ્ન આગામી ૦ ૭મી ફેબ્રુઆરીના રોજ યોજવાના છે. જેમાં સેન્ટ્રલ જેલમાં બંદ તેના પિતા અને તેના ભાઈની હાજરીની ખુબજ જરૂર છે. જેથી તેમને ૩૦ દિવસના વચગાળાના જામીન મેળવા માટે આ અરજી કરી છે. જો, કોર્ટ આ અરજી મંજુર કરશે તો બંને આરોપીઓ કોર્ટની તમામ શરતોનું પાલન કરવા માટેની બાહેંદરી આપી રહ્યા છે. માટે તેમના જામીન મંજુર કરવા જોઈએ.

બીજી તરફ સરકારી વકીલ રમેશ પટનીએ એવી દલીલ કરી હતી કે આરોપીઓની સામે હત્યાનો ગુનો દાખલ છે. અને આ ગુનામાં જો તેમને જામીન મળશે તો તેઓ ક્યાંક પણ નાસી છૂટી શકે છે. તેમજ યુવતીના લગ્નની સંપૂર્ણ ત્યારીઓ તેમના ઘરના અન્ય સભ્યો દ્વારા પુરી થઇ ગઈ છે. માટે હવે પિતા અને ભાઈની હાજરીની જરૂર દેખાતી નથી. તેથી તેમને જામીન ન મળવા જોઈએ.

સેસન્સ જજ સી.એસ .અધ્યારૂ ની કોર્ટે બચાવ પક્ષ અને સરકાર પક્ષની તરફથી રજૂ થયેલી દલીલો અને પુરાવાને ધ્યાને રાખીને બંને આરોપીઓના સાત દિવસના વચગાળાના જામીન મંજુર કર્યા હતા.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…