Not Set/ જસ્ટિસ અકિલ કુરેશીની બદલીથી નારાજ વકીલો અનિશ્ચિત મુદ્દતની હડતાળ પર ..

જસ્ટિસ અકિલ કુરેશીની બદલીની ગુરુવારે રાષ્ટ્રપતિએ સુપ્રિમના ચીફ જસ્ટિસ સાથે પરામર્શ બાદ અંતિમ મહોર મારી દીધી હતી. જસ્ટિસ અકિલ કુરેશીની બોમ્બે હાઈકોર્ટની બદલીનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. જસ્ટિસ અકિલ કુરેશીની બદલીથી વકીલો નારાજ છે અને આજથી અનિશ્ચિત મુદ્દતની હડતાળ પર ઉતરી ગયા છે. ગુજરાત હાઇકોર્ટમાં બીજા નંબરના સિનિયર જસ્ટિસ અકિલ કુરેશી ની સુપ્રીમ કોર્ટના […]

Top Stories Ahmedabad Gujarat
665742 hc gujarat 011118 જસ્ટિસ અકિલ કુરેશીની બદલીથી નારાજ વકીલો અનિશ્ચિત મુદ્દતની હડતાળ પર ..

જસ્ટિસ અકિલ કુરેશીની બદલીની ગુરુવારે રાષ્ટ્રપતિએ સુપ્રિમના ચીફ જસ્ટિસ સાથે પરામર્શ બાદ અંતિમ મહોર મારી દીધી હતી. જસ્ટિસ અકિલ કુરેશીની બોમ્બે હાઈકોર્ટની બદલીનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. જસ્ટિસ અકિલ કુરેશીની બદલીથી વકીલો નારાજ છે અને આજથી અનિશ્ચિત મુદ્દતની હડતાળ પર ઉતરી ગયા છે.

Justice Akil Kureshi e1541144004465 જસ્ટિસ અકિલ કુરેશીની બદલીથી નારાજ વકીલો અનિશ્ચિત મુદ્દતની હડતાળ પર ..
mantavyanews.com

ગુજરાત હાઇકોર્ટમાં બીજા નંબરના સિનિયર જસ્ટિસ અકિલ કુરેશી ની સુપ્રીમ કોર્ટના કોલેજિયમ દ્વારા બોમ્બે હાઇકોર્ટમાં બદલીની કરાયેલી ભલામણથી હાઇકોર્ટ બાર એસો.એ ભારે નારાજગી વ્યક્ત કરી હતી અને આજથી અનિશ્ચિત મુદત માટે કામકાજથી અળગા રહેવાનો નિર્ણય કર્યો છે. રાજ્યના તમામ બાર એસોસિએશનને પણ સમર્થન કરવા માટે અપીલ કરાઈ છે.

બારે એવો પણ આક્ષેપ કર્યો હતો કે, આ બદલી ન્યાયતંત્રની સ્વતંત્રતા પર તરાપ સમાન છે, જેથી આ નિર્ણયને વખોડી કાઢવામાં આવે છે. તેમજ આ નિર્ણયને રિટ પિટિશન સ્વરૂપે સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવશે.