Not Set/ #INDvWI : રો-હિત શર્મા – રાયડુના તૂફાનમાં ઉડ્યું વેસ્ટ ઇન્ડીઝ, ભારતે ૨૨૪ રને હાંસલ કરી શાનદાર જીત

મુંબઈ, ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે રમાઈ રહેલી પાંચ વન-ડે મેચની શ્રેણીની ચોથી વન-ડે મુંબઈના બ્રેબોન સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. ચોથી વન-ડેમાં ટોસ જીતી પહેલા પ્રથમ બેટિંગ કરતા ૩૭૭ રન બનાવ્યા હતા અને વેસ્ટ ઇન્ડીઝની ટીમને ૩૭૮ રનનો ટાર્ગેટ આપ્યો હતો. ભારત દ્વારા આપવામાં આવેલા ૩૭૮ રનના ટાર્ગેટ સામે વેસ્ટ ઇન્ડીઝની ટીમ માત્ર ૧૫૩ રનમાં જ ઓલ આઉટ થઈ ગયું હતું […]

Top Stories Trending Sports
IMG 20181029 215212 #INDvWI : રો-હિત શર્મા - રાયડુના તૂફાનમાં ઉડ્યું વેસ્ટ ઇન્ડીઝ, ભારતે ૨૨૪ રને હાંસલ કરી શાનદાર જીત

મુંબઈ,

ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે રમાઈ રહેલી પાંચ વન-ડે મેચની શ્રેણીની ચોથી વન-ડે મુંબઈના બ્રેબોન સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. ચોથી વન-ડેમાં ટોસ જીતી પહેલા પ્રથમ બેટિંગ કરતા ૩૭૭ રન બનાવ્યા હતા અને વેસ્ટ ઇન્ડીઝની ટીમને ૩૭૮ રનનો ટાર્ગેટ આપ્યો હતો.

ભારત દ્વારા આપવામાં આવેલા ૩૭૮ રનના ટાર્ગેટ સામે વેસ્ટ ઇન્ડીઝની ટીમ માત્ર ૧૫૩ રનમાં જ ઓલ આઉટ થઈ ગયું હતું અને ભારતીય ટીમે ૨૨૪ રને શાનદાર જીત હાંસલ કરી હતી.

આ જીત સાથે જ ભારતે પાંચ મેચની શ્રેણીમાં ૨-૧ ની લીડ મેળવી લીધી છે.

વેસ્ટ ઇન્ડીઝ માત્ર ૧૫૩ રનમાં થયું તંબુભેગુ

ભારત દ્વારા આપવામાં આવેલા ૩૭૮ રનના વિશાળ ટાર્ગેટ સામે કેરેબિયન ટીમ માત્ર ૧૫૩ રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી. આ પહેલા કેરેબિયન ટીમની શરૂઆત ખરાબ રહી હતી અને ઓપનર બેટ્સમેન ચંદ્રપોલ હેમરાજ ૧૪ રન અને પોવેલ માત્ર ૪ રન, ઇન્ફોર્મ બેટ્સમેન શાઈ હોપ ૧ રન તેમજ સીમરોન હેટમેયર ૧૩ રન બનાવી પેવેલિયનમાં ભેગા થયા હતા.

વેસ્ટ ઇન્ડીઝ તરફથી કેપ્ટન જેશન હોલ્ડરે સૌથી વધુ ૫૪ રન બનાવ્યા હતા. જયારે ભારત તરફથી સ્પિન બોલર કુલદીપ યાદવ અને ખલિલ અહેમદે અનુક્રમે ૩-૩ વિકેટ ઝડપી હતી.

ભારતે ૫૦ ઓવરમાં બનાવ્યા ૩૭૭ રન 

પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે ૫ વિકેટના નુકશાને ૫૦ ઓવરમાં ૩૭૭ રન બનાવ્યા હતા. ઓપનર બેટ્સમેન શિખર ધવન ૩૮ રન ત્રણ મેચમાં ૩ સદી ફટકારનાર કેપ્ટન વિરાટ કોહલી ૧૬ રન બનાવી આઉટ થયા હતા.

બીજી બાજુ સ્ફોટક ઓપનર બેટ્સમેન રોહિત શર્માએ પોતાનું શાનદાર ફોર્મ યથાવત રાખતા જ વન-ડે કેરિયરની ૨૧મી સદી ફટકારી હતી અને ૧૬૨રન બનાવી પેવેલિયનમાં પાછો ફર્યો હતો. જયારે અંબાતી રાયડુ એ પણ માત્ર ૮૦ બોલમાં ૧૦૦ રન ફટકારી આઉટ થયો હતો.

વેસ્ટ ઇન્ડીઝ તરફથી ઝડપી બોલર કેમાર રોચે ૨ વિકેટ, જયારે કિમો પોલ અને કેમાર રોચે અનુક્રમે ૧-૧ વિકેટ ઝડપી હતી.

ટીમ ઇન્ડીયાના પ્લેઇંગ ઇલેવનમાં કરાયા બે ફેરફાર

ત્રીજી વન-ડેમાં મળેલી હાર બાદ આ મેચમાં ભારતીય ટીમના પ્લેઇંગ ઇલેવનમાં બે ફેરફાર કરવામાં આવ્યા છે. સ્ફોટક બેટ્સમેન વૃષભ પંત તેમજ સ્પિન બોલર યુજ્વેન્દ્ર ચહલની ટીમમાંથી બાદબાકી કરવામાં આવી છે, જયારે તેઓના સ્થાને ઓલરાઉન્ડર ખેલાડી રવીન્દ્ર જાડેજા તેમજ કેદાર જાધવનો સમાવેશ કરવામાં આવ્યો છે.

બીજી બાજુ ત્રીજી વન-ડેમાં જીત મેળવી પલટવાર કરવામાં સફળ નિવડેલી કેરેબિયન ટીમમાં એક ફેરફાર કરવામાં આવ્યો છે. ઓબેદ મેકોયના સ્થાને કિમો પોલનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.