Not Set/ આવ રે વરસાદ…… રાજ્યભરમાં આવો છે વરસાદી નજારો

રાજ્યના અનેક જિલ્લાઓમાં ગત મોડી રાતથી સતત વરસાદ વરસી રહ્યો છે. રાજ્યના 20 જિલ્લાના 92 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. તો નદીઓ અને તળાવોમાં પણ નવા નીરની આવક શરૂ થઈ ગઈ છે. રાજ્યમાં સૌથી વધુ વરસાદ વલસાડ જિલ્લાના વાપીમાં નોંધાયો છે. વાપીમાં 8 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે […]

Top Stories Gujarat Others
varsad આવ રે વરસાદ...... રાજ્યભરમાં આવો છે વરસાદી નજારો

રાજ્યના અનેક જિલ્લાઓમાં ગત મોડી રાતથી સતત વરસાદ વરસી રહ્યો છે. રાજ્યના 20 જિલ્લાના 92 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. તો નદીઓ અને તળાવોમાં પણ નવા નીરની આવક શરૂ થઈ ગઈ છે. રાજ્યમાં સૌથી વધુ વરસાદ વલસાડ જિલ્લાના વાપીમાં નોંધાયો છે.

વાપીમાં 8 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે સૌથી ઓછો વરસાદ તાપી જિલ્લાના સોનગઢમાં થયો છે. તાલુકાઓના આકડાઓ પર નજર કરીએ તો 6 તાલુકાઓમાં 4 થી 8 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે પારડીમાં 7.5 ઇંચ, કપરાડામાં 6.5 ઇંચ વરસાદ ખાબક્યો. કરજણમાં 4 ઇંચ, નવસારીમાં 4 ઇંચ, ઉમરગામ 5.5 ઇંચ વરસાદ નોંધાયો. 17 તાલુકામાં 2 થી 4 ઇંચ વરસાદ વરસ્યો જ્યારે 18 તાલુકામાં 1 થી 2 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે. ચોમાસાના સરેરાશ વરસાદની વાત કરીએ તો મોસમનો સરેરાશ વરસાદ 93.25 MM સાથે 11.22 ટકા વરસાદ વરસ્યો છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.