Not Set/ માસ્ક ન પહેરતા 500નો દંડનાં સુધારા હુકમને ભાવનગર મનપા કમિશનરે કર્યો રદ્દ !!

  ભાવનગરમાં માસ્ક નહીં પહેરવા બદલ દંડનાં મામલે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જી હા, આ પ્રકારનો નિર્ણય ગુજરાતમાં કદાચ પહેલી જગ્યાએ કરવામાં આવ્યો છે. ભાવનગર મનપા કમિશનરે આ મામલે જાહેરનામાનો હુકમ રદ્ કર્યો હોવાની વિગતો સામે આવી રહી છે. આપને જણાવી દઇએ કે, થોડા સમય પૂર્વે જ ગુજરાત સરકાર દ્વારા માસ્ક ન પહેરવા બદલ 200નાં દંડની રકમ વધારીને 500નો દંડ […]

Gujarat Others
d9a1e5baae2c95b8e85b858217aceec9 માસ્ક ન પહેરતા 500નો દંડનાં સુધારા હુકમને ભાવનગર મનપા કમિશનરે કર્યો રદ્દ !!
 

ભાવનગરમાં માસ્ક નહીં પહેરવા બદલ દંડનાં મામલે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જી હા, આ પ્રકારનો નિર્ણય ગુજરાતમાં કદાચ પહેલી જગ્યાએ કરવામાં આવ્યો છે. ભાવનગર મનપા કમિશનરે આ મામલે જાહેરનામાનો હુકમ રદ્ કર્યો હોવાની વિગતો સામે આવી રહી છે. આપને જણાવી દઇએ કે, થોડા સમય પૂર્વે જ ગુજરાત સરકાર દ્વારા માસ્ક ન પહેરવા બદલ 200નાં દંડની રકમ વધારીને 500નો દંડ વસુલવાનો હુકમ કર્યો હતો. આ નવા દંડવાળો જાહેરનામા ભંગનો હુકમ ભાવનગર મનપા કમિશનરે રદ્ કર્યો છે.

ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા માસ્ક ન પહેરી જાહેર જગ્યાએ જવા પર 200 રુપિયાનો દંડ વસુલવાનાં જાહેરનામામાં દંડની રકમ વધારી 500 કરવામાં આવી હતી. આ હુકમ ગુજરાતભરનાં તમામ જીલ્લામાં લાગુ કરવામાં આવ્યો હતો, જો કે, 24 કલાકમાં જ ભાવનગર મનપા કમિશનરે આ નવો નિર્ણય રદ્ કર્યો છે. મનપા કમિશનર દ્વારા હુકમ રદ્દ કરાતા ફરીથી ભાવનગરમાં માસ્ત ન પહેરી રખડતા તત્વો પાસેથી તંત્ર દ્વારા માસ્ક ન પહેરનાર બદલ 200નો જ દંડ વસુલાશે.

ઉલ્લેખનીય વાત આ પણ છે કે જ્યારે સરકાર દ્રારા માસ્ક ન પહેરવા માટે દંડની રકમ 200 થી વધારી 500 કરી દેવામાં આવી છે, ત્યારે આ હુકમના પાલનમાં પણ અનેક જગ્યા એ પોલીસ અને મનપાની ટીમો વચ્ચે દંડની રકમને લઇને અલગતા દેખાઇ રહી છે. પોલીસ ગુજરાતમાં 200 દંડ વસુલ કરે છે, જ્યારે મનપાનાં કર્મચારીએ 500 વસુલે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews