જૂનાગઢમાં યોજાનાર વિખ્યાત શિવરાત્રીના મેળાને લઈને ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં શનિવારે રિવ્યૂ બેઠક મળી હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ પ્રતિવર્ષ જૂનાગઢમાં પારંપરીક રીતે યોજાતા આ મેળાને સરકાર દ્વારા શિવરાત્રી કુંભ મેળા તરીકેનું નામ આપવામાં આવ્યું છે. આ વખતે વિશેષરૂપથી આ મેળાની ઉજવણી કરવાનો સરકારે નિર્ણય લીધો છે.
જે અંતર્ગત આ વખતે ગિરનાર અને જૂનાગઢને શણગારવામાં આવશે. સાથે જ યાત્રાળુઓ માટે ખાસ સુવિધાઓ ઉપલબ્ધ કરાવાશે. આ માટે રોડ-રસ્તા અને પીવાના પાણીની વ્યવસ્થા, ટોયલેટ, પાર્કિંગ, ફૂડકોર્ટ, રહેવાની વ્યવસ્થા અને સુરક્ષાને લઈને વિશેષ આયોજન કરાશે.