Not Set/ ટ્રમ્પ દ્વારા પુતિન સાથેની બેઠક રદ્દ કર્યા બાદ ભડક્યું રશિયા, કહ્યું, “હવે ક્યારેય..

બ્યુનસ આયર્સ, આર્જેન્ટીનામાં આયોજિત કરાયેલી G-૨૦ સમિટ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના પ્રેસીડેન્ટ વ્લાદિમીર પુતિન વચ્ચે થનારી બેઠક ટ્રમ્પ દ્વારા રદ્દ કરી દેવામાં આવી હતી. જો કે ત્યારબાદ રશિયાએ ટ્રમ્પના આ નિર્ણયનો સખ્ત વિરોધ કર્યો છે. આ અંગે જણાવતા રશિયા દ્વારા કહેવામાં આવ્યું છે કે, “નજીકના ભવિષ્યમાં બંને દેશો વચ્ચે કોઈ પણ પ્રકારની […]

Top Stories World Trending
DtXfS 2WkAA6Emc ટ્રમ્પ દ્વારા પુતિન સાથેની બેઠક રદ્દ કર્યા બાદ ભડક્યું રશિયા, કહ્યું, “હવે ક્યારેય..

બ્યુનસ આયર્સ,

આર્જેન્ટીનામાં આયોજિત કરાયેલી G-૨૦ સમિટ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના પ્રેસીડેન્ટ વ્લાદિમીર પુતિન વચ્ચે થનારી બેઠક ટ્રમ્પ દ્વારા રદ્દ કરી દેવામાં આવી હતી. જો કે ત્યારબાદ રશિયાએ ટ્રમ્પના આ નિર્ણયનો સખ્ત વિરોધ કર્યો છે.

આ અંગે જણાવતા રશિયા દ્વારા કહેવામાં આવ્યું છે કે, “નજીકના ભવિષ્યમાં બંને દેશો વચ્ચે કોઈ પણ પ્રકારની વાતચીત કરવામાં આવશે નહિ”.

રાષ્ટ્રપતિ પુતિનના પ્રવક્તાએ શનિવાર રાત્રે આ વાતની પૃષ્ટિ કરી હતી. રશિયાના મીડિયા દ્વારા પ્રવક્તાના નિવેદન અંગે જણાવતા કહ્યું, “આર્જેન્ટીનામાં નિર્ધારિત બેઠક ટ્રમ્પ દ્વારા ગુરુવારે જ રદ્દ કરી દેવામાં આવી હતી, ત્યારબાદ અમેરિકા અને રશિયાની સરકારો એકબીજાના સંપર્કમાં હતી.

ટ્રમ્પે શા માટે રદ્દ કરી મુલાકાત ?

ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા રશિયા અને યુક્રેન વધી રહેલા તનાવના કારણે પોતાની પુતિન સાથેની મુલાકાત રદ્દ કરી દીધી હતી.  હકીકતમાં, દુનિયાની બે સૌથી અર્થવ્યવસ્થાઓના નેતાઓ G-૨૦ સમિટ દરમિયાન શનિવારે દ્વિપક્ષીય વાર્તામાં ભાગ લેવાના હતા, પરંતુ અમેરિકી રાષ્ટ્રપતિના ઇનકાર બાદ આ પ્રસ્તાવિત બેઠક રદ્દ કરી દેવામાં આવી હતી.