Not Set/ SCમાં આધાર મામલે બીજા નંબરની સૌથી લાંબી સુનાવણી કરાઈ પૂર્ણ, ૫ જજોની ખંડપીઠે નિર્ણય રાખ્યો સુરક્ષિત

દિલ્હી, છેલ્લા કેટલાક સમયથી આધાર કાર્ડને અનિવાર્ય કરવા અંગે તેમજ આ કેસ સાથે સબંધિત ૨૦૧૬ના કાયદાને બંધારણીય માન્યતા આપવાના મામલે અનેક ચર્ચાઓ જોવા મળી રહી હતી. છેલ્લા ચાર મહિનાથી દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી રહી હતી ત્યારે ગુરુવારે આ કેસની સુનાવણી પૂર્ણ થઇ છે અને કોર્ટે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો છે. SCની પાંચ […]

Top Stories India
dgdg SCમાં આધાર મામલે બીજા નંબરની સૌથી લાંબી સુનાવણી કરાઈ પૂર્ણ, ૫ જજોની ખંડપીઠે નિર્ણય રાખ્યો સુરક્ષિત

દિલ્હી,

છેલ્લા કેટલાક સમયથી આધાર કાર્ડને અનિવાર્ય કરવા અંગે તેમજ આ કેસ સાથે સબંધિત ૨૦૧૬ના કાયદાને બંધારણીય માન્યતા આપવાના મામલે અનેક ચર્ચાઓ જોવા મળી રહી હતી. છેલ્લા ચાર મહિનાથી દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી રહી હતી ત્યારે ગુરુવારે આ કેસની સુનાવણી પૂર્ણ થઇ છે અને કોર્ટે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો છે.

  • SCની પાંચ જજોની બેન્ચે આ નિર્ણય હાલ પુરતો રાખ્યો સુરક્ષિત

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ દીપક મિશ્રા નેતૃત્વ હેઠળની પાંચ જજોની બેન્ચે આ નિર્ણય હાલ પુરતો સુરક્ષિત રાખ્યો છે. આ બેન્ચમાં ચીફ જસ્ટિસ દીપક મિશ્રા, જસ્ટિસ એ કે સીકરી, જસ્ટિસ એ એમ ખાનવિલકર, જસ્ટિસ ડી વાઈ ચંદ્રચૂડ અને જસ્ટિસ અશોક ભૂષણ શામેલ હતા.

જયારે કોર્ટના એટોર્ની જનરલ કે કે વેણુગોપાલે કેન્દ્રનો પક્ષ રાખ્યો હતો જયારે વરિષ્ટ વકીલ કપિલ સિબ્બલ, પી. ચિદમ્બરમ, રાકેશ દ્વિવેદી અને શ્યામ દીવાને પક્ષકારોની તરફથી રજુ થયા હતા.

  • ચાર મહિનામાં ૩૮ દિવસ સુધી ચાલી સુનાવણી

આધાર કાર્ડ અંગે સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવેલી સુનાવણી છેલ્લા ચાર મહિનામાં ૩૮ દિવસ સુધી ચાલી હતી અને મેરાથોન સુનાવણી હાથ ધરાઈ હતી.

  • બીજા નંબરની સૌથી લાંબા સમય સુધી ચાલી સુનાવણી

એટોર્ની જનરલ કે કે વેણુગોપાલે કહ્યું, “સુપ્રીમ કોર્ટમાં ચાલનારી આ સુનાવણી બીજી સૌથી લાંબી ચાલનારી છે. આ પહેલા સૌથી વધુ દિવસ સુધી ચાલનારો મામલો કેશવાનંદ ભારતીનો કેસ હતો, જે ૬૮ દિવસ સુધી સુનાવણી ચાલી હતી.

આધાર કાર્ડ અંગેના તમામ પક્ષોની સુનાવણી પછી કોર્ટે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો છે. ત્યારે હવે કોર્ટના પાંચ જજોની બંધારણીય બેંચ નક્કી કરશે કે આધાર પ્રાઈવસીના મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન કરશે કે નહીં.

  • કેન્દ્ર અને રાજ્યની તમામ સરકારી યોજનાઓમાં આધારની અનિવાર્યતા પર રોક

બીજી બાજુ આધાર કાર્ડ અંગે નિર્ણય આવ્યા સુધી સરકારની સામાજિક કલ્યાણકારી યોજનાઓ સિવાય કેન્દ્ર અને રાજ્યની તમામ સરકારી યોજનાઓમાં આધારની અનિવાર્યતા પર રોક લગાવી છે. આ નિર્ણયમાં મોબાઈલ સિમ નંબર અને બેન્કોના એકાઉન્ટ સાથે આધારના જોડાણ અંગેની સેવાઓ પણ શામેલ છે.

  • આતંકવાદ અને સાંપ્રદાયિકતાના મુદ્દાઓ પર વૈશ્વિક સર્વસમંતિ હોવે જોઈએ : કાયદામંત્રી 

આ વચ્ચે આધાર કાર્ડ કેન્દ્રીય કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે એક મોટું નિવેદન આપ્યું છે. એક કાર્યક્રમમાં તેઓએ જણાવ્યું, “સુપ્રીમ કોર્ટ કહે છે કે પ્રાઈવસી એક અધિકાર છે, પ્રાઈવસી જરૂરી છે. પરંતુ પ્રાઈવસી ભ્રષ્ટાચારિયો અને આતંકીઓ માટે ઢાલ બની શકતું નથી. આતંકવાદ અને સાંપ્રદાયિકતાના મુદ્દાઓ પર વૈશ્વિક સર્વસમંતિ હોવી જરૂરી છે”.

  • આધાર ડેટા લીક થવાના કારણે ચૂંટણીના પરિણામ થઇ શકે છે પ્રભાવિત 

મહત્વનું છે કે, હાલમાં આધારના ડેટાની પ્રાઈવસીને લઈને પણ અનેક સવાલો ઉભા થઇ ચુક્યા છે. આ પહેલા ૧૮ એપ્રિલના રોજ હાથ ધરાયેલી સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટ દ્વારા ટિપ્પણી કરતા કહ્યું હતું કે, ” આધાર ડેટા લીક થવાના કારણે ચૂંટણીના પરિણામ પ્રભાવિત થઇ શકે છે”.

કોર્ટ દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું, “આધાર માટે લેવામાં આવેલા ડેટા સુરક્ષિત છે તે કહેવું મુશ્કેલ છે, કારણ કે હાલમાં દેશમાં ડેટા સુરક્ષાને લઇ કાયદો અસ્તિત્વમાં નથી”.