IPL 2022/ કોલકાતાએ દિલ્હીને આપ્યો 147 રનનો ટાર્ગેટ, નીતિશ રાણાની વિસ્ફોટક બેંટિગ

IPL 2022 ની 41મી મેચ દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાઈ રહી છે. જેમાં કોલકાતાએ પ્રથમ બેટિંગ કરતા 147 રનનો લક્ષ્યાંક આપ્યો છે.

Top Stories Sports
1 206 કોલકાતાએ દિલ્હીને આપ્યો 147 રનનો ટાર્ગેટ, નીતિશ રાણાની વિસ્ફોટક બેંટિગ

IPL 2022 ની 41મી મેચ દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાઈ રહી છે. જેમાં કોલકાતાએ પ્રથમ બેટિંગ કરતા 147 રનનો લક્ષ્યાંક આપ્યો છે. KKR માટે નીતિશ રાણાએ તોફાની અડધી સદી ફટકારી હતી. આ સાથે જ સુકાની શ્રેયસ અય્યરે ઉપયોગી ઇનિંગ રમી હતી. તેણે 37 બોલમાં 42 રન બનાવ્યા હતા. દિલ્હી માટે કુલદીપ યાદવે ખતરનાક બોલિંગ કરી હતી.

ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યા બાદ KKRની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. ટીમે 35 રનના સ્કોર પર પ્રથમ 4 વિકેટ ગુમાવી દીધી હતી. ઓપનર એરોન ફિન્ચ 3 અને વેંકટેશ અય્યર 6 રનના અંગત સ્કોર પર આઉટ થયા હતા. ડેબ્યૂ મેચ રમી રહેલો વિકેટકીપર બેટ્સમેન બાબા ઈન્દ્રજીત કંઈ ખાસ કરી શક્યો નહોતો. તે 8 બોલમાં 6 રન બનાવીને આઉટ થયો હતો. અનુભવી ખેલાડી સુનીલ નારાયણ સસ્તામાં આઉટ થયો હતો. તે ખાતું ખોલાવ્યા વિના જ આઉટ થઈ ગયો.

દિગ્ગજ ખેલાડી આન્દ્રે રસેલ કુલદીપ યાદવના બોલનો શિકાર બન્યો હતો. તે પણ ખાતું ખોલાવ્યા વિના જ આઉટ થઈ ગયો. રિંકુ સિંહે સારી ઇનિંગ રમી હતી. તેણે નીતિશ રાણા સાથે સારી ભાગીદારી રમી હતી. રિંકુએ 16 બોલમાં 23 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 3 ચોગ્ગા ફટકાર્યા હતા. નીતિશે 34 બોલમાં 57 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 4 છગ્ગા અને 3 ચોગ્ગા પણ ફટકાર્યા હતા. આ રીતે KKRએ 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 146 રન બનાવ્યા હતા.

દિલ્હી માટે ખતરનાક બોલિંગ કરતા કુલદીપ યાદવે 4 વિકેટ ઝડપી હતી. તેણે 3 ઓવરમાં માત્ર 14 રન આપ્યા. આ સાથે જ ચેતન સાકરિયાએ 3 ઓવરમાં 17 રન આપીને એક વિકેટ ઝડપી હતી. અક્ષર પટેલે 4 ઓવરમાં 28 રન આપીને એક વિકેટ લીધી હતી. લલિત યાદવે 3 ઓવરમાં 32 રન આપ્યા હતા. શાર્દુલ ઠાકુરે 3 ઓવરમાં 32 રન આપ્યા હતા. મુસ્તાફિઝુર રહેમાને 4 ઓવરમાં 18 રન આપીને 3 વિકેટ લીધી હતી.