Not Set/ આખી દુનિયાનું ધ્યાન છે ભારત પર, અર્થવ્યવસ્થા વધી રહી છે ઝડપી : વેકૈયા નાયડુ

શિકાગો અમેરિકામાં શિકાગોમાં તેલુગુ સમૂહને ભારતના ઉપરાષ્ટ્રપતિ વેકૈયા નાયડુએ છેલ્લા ચાર વર્ષમાં મોદી સરકાર દરમ્યાન થયેલી ભારતની તેજી અને પ્રગતિ વિશે કહ્યું હતું. નાયડુએ કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસન દમ્યાન ભારત ઝડપથી પ્રગતિ કરી રહ્યું છે અને આખું વિશ્વ ભારતને જોઈ રહ્યું છે. અહી ઉપરાષ્ટ્રપતિએ તેલુગુ અમેરિકનના એક સમુહને સંબોધીને ભારતની અર્થવ્યવસ્થા વિશે […]

Top Stories India Trending
590834 naidu m venkaiah pti 053117 આખી દુનિયાનું ધ્યાન છે ભારત પર, અર્થવ્યવસ્થા વધી રહી છે ઝડપી : વેકૈયા નાયડુ

શિકાગો

અમેરિકામાં શિકાગોમાં તેલુગુ સમૂહને ભારતના ઉપરાષ્ટ્રપતિ વેકૈયા નાયડુએ છેલ્લા ચાર વર્ષમાં મોદી સરકાર દરમ્યાન થયેલી ભારતની તેજી અને પ્રગતિ વિશે કહ્યું હતું. નાયડુએ કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસન દમ્યાન ભારત ઝડપથી પ્રગતિ કરી રહ્યું છે અને આખું વિશ્વ ભારતને જોઈ રહ્યું છે.

અહી ઉપરાષ્ટ્રપતિએ તેલુગુ અમેરિકનના એક સમુહને સંબોધીને ભારતની અર્થવ્યવસ્થા વિશે કહ્યું હતું. નાયડુએ કહ્યું હતું કે આખા વિશ્વની અર્થવ્યવસ્થા હાલ ધીમી થઇ ગઈ છે માત્ર ભારતની અર્થવ્યવસ્થા ઝડપથી આગળ વધી રહી છે.

શનિવારે ઉપરાષ્ટ્રપતિએ એશિયાઈ વિકાસ બેંક, વિશ્વ બેંક જેવી અલગ અલગ વૈશ્વિક આર્થિક સંસ્થાનના હાલના વિકાસના આંકડાનો ઉલ્લેખ કર્યો હતો.

નાયડુએ વધુમાં ઉમેર્યું હતું કે આજે આખી દુનિયાનું ધ્યાન ભારત તરફ છે. ઉપરાષ્ટ્રપતિ જયારે શહેરી વિકાસના મંત્રી હતા ત્યારે ૩૫ થી ૪૦ આગેવાન લોકો તેમને મળવા આવ્યા હતા અને તે બધા ભારતમાં રોકાણ કરવા માંગતા હતા.

તમને સરકારી જણાવી દઈએ કે નાયડુ સરકારી કામથી શિકાગો પહોચ્યા હતા અને ત્યારે તેલુગુ લોકોની બેઠકને સંબોધિત કર્યું હતું.

વેકૈયા નાયડુને તેલુગુ અમેરિકન સમુદાય પર ગર્વ છે. ભારતના વિકાસમાં પણ તેલુગુ સમુદાયે ભાગીદાર બનવું જોઈએ તેવું નાયડુએ કહ્યું હતું.